સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહ 69.76 ટકાએ પહોંચ્યો, 24 કલાકમાં સપાટીમાં 15 સેમીનો વધારો

પાણીની આવક વધતા ડેમમાં જળસ્તર સતત ઊંચું થયું, હાલ 28214 ક્યુસેક પાણીની આવક નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાંજે 5 કલાકના તાજા આંકડા મુજબ ડેમની જળ સપાટી 128.59 મીટરે પહોંચી છે, જ્યારે ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 69.76 ટકા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક…

હીરામણિ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કર્યો

ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કરી આશીર્વાદ લીધા અમદાવાદ: વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાનને સર્વોચ્ચ માનવામાં આવે છે ત્યારે શાળામાં આયોજિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ગુરુના મહત્વ, જ્ઞાનના મૂલ્ય અને ગુરુ-શિષ્યના…

મંગલદીપ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન અને વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધન…

હીરામણિ પ્રાથમિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી, વિદ્યાર્થીઓએ શ્લોકગાનથી ગુરુના મહિમાનું કર્યું ગાન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો; ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો અમદાવાદઅમદાવાદની હીરામણિ પ્રાથમિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકગાન રજૂ કરીને ગુરુના મહિમાનું ગાન કર્યું હતું તેમજ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ,…

ગૌરીવ્રત નિમિત્તે મંગલદીપ વિદ્યાલય અને શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 889 વિદ્યાર્થીનીઓને સાડીનું વિતરણ

પરંપરા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ; માતા ગૌરીના આશીર્વાદથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરાઈ અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી મંગલદીપ વિદ્યાલય અને શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગૌરીવ્રત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાની કુલ 889 વિદ્યાર્થીનીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યો સાથે દીકરીઓને જોડવાના ઉદ્દેશથી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાઈ ‘પોસ્ટર મેકિંગ વિથ સ્લોગન’ સ્પર્ધા: વિદ્યાર્થીઓએ કલા અને વિચારોથી જગાવ્યું જાગરૂકતાનું મોજું

ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક પ્રદૂષણ, AI, માર્ગ સલામતી અને સ્વચ્છતા જેવા ગંભીર વિષયો પર સુંદર આયોજન કરાયું અમદાવાદ આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહે, પરંતુ તેમની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુસર વિવિધ શાળાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘NELS સ્કિલ લેબ’નું લોકાર્પણ: મેડિકલ શિક્ષણમાં ટેકનોલોજી અને પ્રાયોગિક જ્ઞાનનો અનોખો સમન્વય

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સ્કિલ લેબ ખુલ્લી મુકાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલ (મેડિસીટી) ખાતે કેન્દ્ર સરકારના અનુદાનથી નિર્મિત અને બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત ‘National Emergency Life Support (NELS) Skill Lab’ નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું…

સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં સતત વધારો: ડેમની સપાટી ૧૨૮.૪૪ મીટર પર પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસપાટીમાં સંતોષકારક વધારો નોંધાયો છે રાજપીપળા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં જળસંપત્તિની સ્થિતિ ઉત્સાહજનક રહી છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અંગે સાંજે ૦૫ કલાકની સત્તાવાર વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના…

ભારતીય કોસ્ટ ગાર્ડનું સાહસિક ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠે 21 વર્ષીય યુવાન દરિયાખેડુનો બચાવ

રફ સી અને ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર દ્વારા મુશ્કેલ મેડિકલ ઇવેક્યુએશન સફળ પોરબંદર ગુજરાતમાં પોરબંદર દરિયાકાંઠે એક અત્યંત પડકારજનક અને જોખમી રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા એક 21 વર્ષીય યુવાન દરિયાખેડુ (સીફેરર)નો જીવ બચાવવામાં આવ્યો છે. રફ સી (তোફાની દરિયો) અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વગર કોસ્ટ ગાર્ડે સમયસૂચકતા વાપરીને સમયસર દર્દીને હોસ્પિટલ…

ગુજરાત-દાદરા અને નગર હવેલીમાં ભારતીય સૈન્યનું સફળ પૂર રાહત અભિયાન પૂર્ણ

‘હર કામ દેશના નામ’ના સંકલ્પ સાથે 790થી વધુ લોકોને સુરક્ષિત બચાવ્યા, ત્રણ દિવસ સુધી સતત ચલાવ્યું HADR ઓપરેશન અમદાવાદ ભારતીય સૈન્યએ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિ દરમિયાન હાથ ધરેલું માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. દક્ષિણ કમાન્ડના નેતૃત્વ હેઠળ શરૂ…

અમદાવાદમાં ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ અંતર્ગત વિરાટ રેલી યોજાશે

ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા અને ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે કલેક્ટરને સોંપાશે આવેદનપત્ર, ગૌ સંસ્કૃતિ અને સંવર્ધન માટે અનોખી પહેલ અમદાવાદ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું સ્થાન અનન્ય, અતિ પવિત્ર અને પૂજનીય છે. ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા, પર્યાવરણીય સંતુલન અને જૈવિક કૃષિ પદ્ધતિનો મુખ્ય આધારસ્તંભ છે….

સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં વધારો: ડેમમાં પાણીનો સંગ્રહ 69% પાર

છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં નોંધાઈ વૃદ્ધિ, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ કેવડિયા ગુજરાતની મહત્ત્વપૂર્ણ અને મુખ્ય જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના આ સૌથી મોટા પ્રોજેક્ટમાં પાણીની આવક અને જળસપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાંજે 05 કલાકની સ્થિતિ અનુસાર ડેમની સપાટી…

ભારતીય સૈન્ય દ્વારા ગુજરાતમાં પૂર રાહત અને બચાવ કામગીરીનો ધમધમાટ

અમદાવાદ ગુજરાતમાં સર્જાયેલી ગંભીર પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય સૈન્ય (Indian Army) દ્વારા સક્ષમ પગલાં લેવામાં આવ્યા છે. દક્ષિણ કમાન્ડ હેઠળ, સૈન્ય દ્વારા નાગરિક તંત્રને સહાય કરવા માટે એન્જિનિયર અને મેડિકલ ટીમો સહિતની રાહત અને બચાવ કૉલમ્સ (Relief and Rescue Columns) તૈનાત કરવામાં આવી છે, જે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ઓપરેશન્સમાં સક્રિયપણે જોડાઈ…

વલસાડમાં આભ ફાટ્યું: અતિવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, BAPS સંસ્થા પૂરગ્રસ્તોની મદદે

મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો અને કાર્યકરો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને ભોજન વ્યવસ્થા શરૂ વલસાડ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે જાણે ‘આભ ફાટ્યું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિવરસાદ અને પૂરના પાણી ફરી…

વરસાદની હાલાકી સાથે અમદાવાદીઓને વીજળીનો બેવડો માર

અમદાવાદના નારાણપુરાના વિજયનગર ફ્લેટ્સ સહિતના અનેક વિસ્તારો-સોસાયટીઓમાં ભારે વરસાદ દરમિયાન વીજળી ખોરવાતાં ટોરેન્ટ પાવરની આધુનિક સેવાની પોલ ખુલી ગઈ, 24 કલાકે વીજપુરવઠો ચાલુ કરાયો અમદાવાદ અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ ધમધોકાર વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો તો બીજી બાજુ શહેરના નારણપુરા વિસ્તારના વિજયનગર ફ્લેટ સહિતના અનેક ફ્લેટ અને સોસાયટીઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આધુનિક…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ: પ્રફુલ પાનશેરીયાની સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત

૧૬૯ ગામો અને ૧૧ વોર્ડમાં ૩૨૦ સર્વેલન્સ ટીમ દ્વારા સઘન આરોગ્ય કામગીરી, મફત દવાઓ અને ક્લોરિન ટેબ્લેટનું વતરણ શરૂ નવસારી નવસારી જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલી પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યકક્ષાના…

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, ડેમમાં 68.59% પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં સપાટી પહોંચી 128.11 મીટરે કેવડિયા ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં પાણીનો સંગ્રહ પણ સંતોષકારક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં…

ગુજરાતમાં ૬૦% વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતાં ૯% ઓછું, છૂટાછવાયા ઝાપટાંને કારણે રાહત

અમદાવાદ ગુજરાતમાં ખરીફ વાવેતર હાલ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ૨૦ જુલાઈ સુધીના અધિકૃત આંકડાઓ અનુસાર રાજ્યમાં સરેરાશ વાવેતર વિસ્તાર સામે માત્ર ૬૦ ટકા જ વાવણી થઈ શકી છે, જે ગત વર્ષની સરખામણીએ ૯ ટકા જેટલી ઓછી છે. જોકે પાછલા સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા ઝાપટાં અને હળવા વરસાદને કારણે ખેડૂતોને મોટી રાહત…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ની રંગબેરંગી ઉજવણી

વિદ્યાર્થીઓએ કેરી આધારિત ચાર્ટ અને વિવિધ વાનગીઓ રજૂ કરી સર્જનાત્મકતા દર્શાવી; આનંદમય માહોલમાં યોજાઈ ઉજવણી અમદાવાદહીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કેરીના મહત્વને અનોખી રીતે રજૂ કરતાં આકર્ષક ચાર્ટ તૈયાર કર્યા તેમજ કેરીમાંથી બનતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ…

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ : 125 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાત માટે 5 દિવસનું યલો એલર્ટ

વલસાડના પારડીમાં 4.50 ઈંચ વરસાદ નોંધાયો, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 27 ટકા વરસાદ; આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી અમદાવાદ ગુજરાતમાં ચોમાસાના બીજા તબક્કાની જોરદાર શરૂઆત થઈ છે. સોમવારે રાજ્યના 125 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ…