પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા, 14 લોકોનાં મોત

ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે, બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત,. હિંસા રોકવા આ કંપનીઓના 65,000 જવાન હાજર છતાં ઠેર-ઠેર હિંસા કોલકાતાઆજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 14 લોકોના મોત…

સિકરમાં ભીડ પર મધમાખીઓનો હુમલો, 80થી વધુ ઘાયલ

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બે ગંભીર ઘાયલોને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા સીકરરાજસ્થાનના સીકર જિલ્લામાં મધમાખીઓએ ભીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. મધમાખીઓના આ હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

તાંઝાનિયામાં આઈઆઈટી સ્થાપવા માટે કરાર થયા

તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ નવી દિલ્હીઆઈઆઈટી ટેકનિકલ શિક્ષણની દ્રષ્ટિએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. હવે તેનું કેમ્પસ દેશની બહાર પણ ખુલવાનું છે. દેશની બહાર પ્રથમ આઈઆઈટી કેમ્પસ આફ્રિકન દેશ તાંઝાનિયા, ઝંઝીબારમાં ખોલવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (એમઓઈ), આઈઆઈટી મદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને…

ચીને પૂર્વ લદાખમાં સરહદ પર જાસૂસી ડ્રોન તૈનાત કર્યા

ચીને પોતાના ડ્રોન એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતની સરહદમાં ઘૂસ્યા વગર ભારતીય સીમાની હિલચાલ પર નજર રાખી શકે નવી દિલ્હીઅમેરિકા સાથે ભારતે તાજેતરમાં જ અત્યાધુનિક ડ્રોનો માટે કરેલી ડીલ બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં ભારતીય સીમાને અડીને પોતાના જાસૂસી ડ્રોન તૈનાત કર્યા છે. આમ ચીને ભારત સામે વધુ એક ઉશ્કેરણીજનક હરકત કરી…

દિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર ગદ્દાર લખેલું પોસ્ટર લગાવાયું

નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે છે નવી દિલ્હીદિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય…

શિવરાજ ચૌહાણે પેશાબકાંડ પીડિતના પગ ધોયા

મુખ્યમંત્રીએ પીડિતને મુલાકાત કરીને તેને શાલ અર્પણ કરી અને પછી તેના કપાળ પર તિલક લગાવી અને માળા પહેરાવી ભોપાલમુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિત આદિવાસી વ્યક્તિના પગ ધોયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ…

મણિપુર સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પાંચ દિવસ લંબાવ્યો

એવી આશંકા છે કે કેટલાક અસામાજિકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભડકાઉ તસવીરો, ભાષણો અને ઉશ્કેરણીજનક વીડિયો સંદેશાઓ ફેલાવી શકે છે ઈમ્ફાલમણિપુર સરકારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરના 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ…

જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ

બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરવામાં આવી નવી દિલ્હીચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કે. જસ્ટિસ કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાના ત્રણ સભ્યોના…

રામમંદિરની સુરક્ષા સીઆઈએસએફને સોંપવાની શક્યતા

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે, આ સ્થિતિમાં સીઆઈએસએફ અહીં તેની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરશે અયોધ્યારામજન્મભૂમિની સુરક્ષામાં મહત્વનો ફેરફાર જોવા મળશે. હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પણ ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરામાં સ્થિત આ સંકુલની દેખરેખની મહત્વપૂર્ણ જવાબદારી લેશે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે. આ…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે સીકર જિલ્લાના પંચાયત સમિતિ ધોધ ખાતે 5-7-2023 ના રોજ બ્રાહ્મણ અને રાજપૂત સમુદાયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી સાથે લડીને સરકાર બનાવવાનો સચીન પાયલોટનો હુંકાર

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, કેસી વેણુગોપાલ અને પાર્ટીના રાજ્ય પ્રભારી સુખજિંદર રંધાવા સહિત ઘણા નેતાઓએ હાજરી આપી નવી દિલ્હીઆ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા…

દિલ્હીની તીસહજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગ, કોઈને ઈજા નહીં

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરિયલ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. પોલીસનું કહેવું છે કે વકીલો વચ્ચેની દલીલ બાદ…

આદિવીસીના ચહેરા પર પેશાબ કરનારા પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ફેરવાયું

ભાજપના કાર્યકરની ધરપકડ બાદ તંત્રએ તેના ગેરકાયદેસર કબજાવાળા ઘરને ધ્વસ્ત કર્યું, આરોપી વિરુદ્ધ કલમ 323, 123, 294, 506 આઈપીસી અને એનએસએ હેઠળ કેસ નોંધાયો ભોપાલ મધ્યપ્રદેશના સિધીમાંથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પ્રવેશ શુક્લા નામનો ભાજપ કાર્યકર એક આદિવાસી વ્યક્તિના ચહેરા પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. આ પેશાબ કાંડ બાદ આરોપી પ્રવેશ શુક્લાની…

અજિત પવારને પાર્ટીના રાષ્ટ્રીય નેતા જાહેર કરવામાં આવ્યા

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે મુંબઈ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી હતી. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા હતા. તે જ સમયે, નાયબ મુખ્ય…

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે નવી દિલ્હી આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને લીલી ઝંડી આપી દીધી છે. અહેવાલો અનુસાર, કેબિનેટે આ અંગે પોતાની સંમતિ આપી દીધી છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે….

બિહારમાં વીજળી પડવાથી 25થી વધુ લોકોનાં મોત થયા

રોહતાસમાં 6, ભાગલપુરમાં 4, જહાનાબાદ, બક્સર અને જમુઈમાં ત્રણ-ત્રણ, બાંકામાં બે, જ્યારે ગયા, ઔરંગાબાદ, શિવહર, ખગરિયા, કટિહાર અને ભભુઆમાં એક-એક વ્યક્તિના મોત પટના બિહારમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી આફતને કારણે અનેક પરિવારોનો આધાર છીનવાઈ ગયો છે. મંગળવારે બિહારના અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી 25થી વધુ લોકોના મોત…

ઈન્દોરમાં રસ્તે જતા-આવતા ભસતા કૂતરાને શખ્સે ફાંસી આપી દીધી

ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો ઈન્દોર શ્વાન સાથેના અત્યાચાર જાણે દિવસેને દિવસે વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કેરલમાં શ્વાનને પકડીને કઇ રીતે હત્યાં કરવામાં આવે છે તે આપણે વાંચ્યુ જ છે. જે ખૂબ જ દુખદ અને માણસાઇને શર્મશાર કરે તેવુ છે. માણસને પ્રાણીઓ સાથે પહેલેથી જ અલગ…

અમદાવાદના જૈન અક્ષય રમેશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું

અક્ષયે 800માંથી કુલ 616 માર્ક્સ મેળવ્યા, તેની ટકાવારી 77% રહી, ચેન્નઈનો કલ્પેન જૈન બીજા ક્રમે જ્યારે નવી દિલ્હીનો પ્રખર વારસનેય ફાઈનલમાં ત્રીજા ક્રમે રહ્યો અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ  એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ફાઈનલ અને ઈન્ટરમિડિયેટ એક્ઝામના પરિણામો જાહેર કરાયા. આ પરીક્ષાનું આયોજન મે 2023માં કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા ટોપ રેન્કમાં…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનીને જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવી છેઃ અજિત પવાર

અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે મુંબઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની…

સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું

ટાયર ફાટવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું અને કોઈ જાનમાલની હાનિ થઈ નથી કોચી દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર લેન્ડિંગ વખતે જ ફાટી ગયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી-17 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું જણાવ્યું…