ઈઝરાયેલે મુંબઈ પર આતંકી હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું

આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી, ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીઈઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈ આંતકી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા (એલઈટી)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઈઝરાયેલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મુંબઈ હુમલાને લગભગ 5 દિવસમાં 15 વર્ષ…

ભારતની હારથી વ્યથિત ઓડિશાના એક યુવકે આત્મહત્યા કરી લીધી

રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી, રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી નવી દિલ્હીગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ આઈસીસી વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ…

પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ 100 એફઆરઆઈ નોંધાઈ છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ…

બિલને શા માટે ત્રણ વર્ષથી અટકાવી રાખ્યાઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે નવી દિલ્હીવિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે…

વિશાખાપટ્ટનના ફિશિંગ બંદરમાં આગથી 25 ફિશિંગ બોટ બળીને ખાક

આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ હાર્બરમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદરે પાર્ક કરેલી 25 મેકેનાઈઝ્ડ ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ…

નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ખરાબ વર્તન કર્યું

લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો નવી દિલ્હી જયપુરથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6ઈ556 માં નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી . કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઘણી ચેતવણીઓ હોવા છતાં, પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી માટે લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ…

પ્રેમ પ્રકરણમાં આરોપી યુવકે ત્રણ જણાને ઠાર કર્યા

આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો લખીસરાય હત્યા કેસ થોડા જ સમયમાં પ્રકાશમાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે પાગલ પ્રેમીએ શા માટે આ ભયાનક પગલું ભર્યું. કટ્ટરપંથીઓએ છઠ ઘાટથી પરત ફરી રહેલા આખા પરિવાર પર ગોળીબાર કર્યો, જેના પછી ત્રણ લોકોના મોત થયા. ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ આ…

પરવાનગી વિના બ્રિજના ઉદ્ઘાટન મામલે આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર

લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન  મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી મુંબઈ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ  એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.  આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર…

રાજસ્થાનમાં સાત ઉમેદવારોને બે-બે પત્ની, સોગંદનામામાં ખુલાસો

કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે, ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાન છે જેસલમેરરાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો અને પોતાનો દબદબો ઊંચે લઈ જવા તમામ ઉમેદવારો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો દિવસરાત મતદારોને રિઝવવા મથી રહ્યા છે, ત્યારે અહીં એફિડેવીટમાં કેટલીક રોચક વાતો પણ સામે આવી છે. મેવાડ-વાગડની…

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગથી અફરાતફરી

આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે ભોપાલ/રાયપુરમધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર…

પૂજન માટે જતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો

પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ, ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો નૂહહરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે….

છઠ પૂજા માટે અમદાવાદથી 15 ફેસ્ટિવલ ટ્રેન દોડાવાશે

ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા અમદાવાદહાલ પુરબહારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ઉપરાંત મુસાફરો પણ પોતાના વતન અને ફરવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, તો બીજીતરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના…

ફુલગામમાં સેનાએ તૈયબાના પાંચ આતંકીઓને ઠાર કર્યા

હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે જમ્મુજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ…

ગ્લોબલ સાઉથના દેશોએ સાથે મળીને વિશ્વ હિતમાં અવાજ ઊઠાવવો પડશેઃ મોદી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરતા ભારતીય વડાપ્રધાન, વાતચીત, રાજદ્વારી ઉપરાંત સંયમ પર ભારપૂર્વક વાત રજૂ કકર્યાનો દાવો નવી દિલ્હીઈઝરાયેલ-હમાસના યુદ્ધને 50થી વધુ દિવસો થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો…

નૂંહમાં મહિલાઓ પર પથ્થરમારા સામે લોકો રસ્તા પર ઊતર્યા

વણસતી જતી સ્થિતિને જોતા અહીં ટપોટપ દુકાનો પણ બંધ, પોલીસે પણ સુરક્ષાને ધ્યાને રાખી તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસનો કાફલો ખડકી દીધો નૂંહ31 જુલાઈએ બ્રિજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ થયેલી હિંસાની આગમાં સળગેલા નુંહમાં ફરી તંગદિલી ફેલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. હરિયાણાના નૂંહમાં પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો…

હૈદ્રાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગથી છનાં મોત

આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી, આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હૈદ્રાબાદ હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં…

દિવાળી પર કોર્ટના આદેશનો ભંગ કરી દિલ્હીમાં ખૂબ ફટાકડા ફૂટ્યા

લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડતા પાટનગરમાં ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી…

મધ્યપ્રદેશમાં ગ્રેજ્યુએશન સુધી છોકરીઓને મફત શિક્ષણનું ભાજપનું વચન

સત્તારુઢ પાર્ટીએ ઘઉંની ખરીદી 2700 રૂપિયા અને ધાનની ખરીદી 3,100 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવાનો વાયદો કર્યો ભોપાલમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો. પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું હતું. રાજ્યની પ્રજાને ભાજપે તેમાં અનેક વાયદાઓ કર્યા છે. છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે.ભાજપ…

ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે

ચૂંટણી પંચને કલમ 324 હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં નિર્દેશ આપવાની સત્તા છતાં એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે નવી દિલ્હીરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે…

પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ પર હાઈટેન્શન વાયર તૂટતાં એક મજૂરનું મોત

ઘટના સમયે ટ્રેન લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી, એક મજૂર અને 4 મુસાફરોને ગંબીર ઈજા કોલકાતાહાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું…