ઈઝરાયેલની સેનાએ 11 લાખ લોકોને ઉ. ગાઝાથી દ.ગાઝા તરફ જવા કહ્યું

આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને પોતાનો આદેશ પાછો ખેંચવા કહ્યું જેરૂસલેમ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. એવામાં યુએનનો આ મામલે રીપોર્ટ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ઈઝરાયેલની સેનાએ 11 લાખ લોકોને ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહ્યું છે. આ મામલાની ગંભીરતાને…

ઈઝરાયેલે 250 બંધક છોડાવીને 60 આતંકીઓને ઠાર કર્યા

ઈઝરાયેલ સેનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘ખતરનાક ઓપરેશન’ વીડિયો જારી કર્યો તેલ અવીવ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે હમાસે શરૂ કરેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલી સેના પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. સેના આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અને બંધકોને છોડાવવા તમામ…

સીરીયાના દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલનો રોકેટમારો

અલેપ્પો એરપોર્ટ પર ઈઝરાયેલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી, સીરિયન આર્મીએ આ બંને હુમલાની જવાબી કાર્યવાહી શરૂ કરી દમાસ્કસઇઝરાયલ અને પેલેસ્ટિનિયન યુદ્ધને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ હુમલા શરૂ કર્યો છે. એવી સંભાવનાઓ છે કે, હુમલાઓમાં ઈરાનથી આવતા…

ટેસ્લાની સુપરચાર્જર્સ ઈઝરાયેલમાં મફત આપવા એલોન મસ્કની જાહેરાત

ઈઝરાયેલમાં ઓછામાં ઓછા 17 સક્રિય સુપરચાર્જર્સ છે, જે ઉત્તર ઈઝરાયેલથી તેલ અવીવ અને જેરુસલેમથી લેબનીઝ સરહદ નજીક ઈલાઈટ સુધી ફેલાયેલા છે વોશિંગ્ટન ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે આ યુદ્ધ 7 ઓક્ટોબરે શરૂ થયું હતું, જ્યારે…

ભારતના વિદેશ પ્રધાનની કેનેડાના વિદેશ પ્રધાન સાથે ગુપ્ત મુલાકાત

આ મુલાકાત અમેરિકાના કહેવાથી યોજવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી વોશિંગ્ટન કેનેડાએ ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યાના મુદ્દે ભારત પર આરોપો મુક્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ પેદા થયો છે. પરંતુ હવે ફરીથી સંબંધો સુધારા પર આવશે કે કેમ તેત સવાલ છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તાજેતરમાં કેનેડાના વિદેશમંત્રી મેલેઈન જોલી…

સિંગાપોરમાં મૂળ સુરતના યુવક પર ચાર પુરૂષનો રેપ

સુરતના યુવક સાથે સિંગાપોરમાં તબરેઝ ટેઈલર, શૌકત દેવજી, અબ્દુલ અને ઈમરાન એમ ચાર શખસોએ મળીને ન કરવાનું કર્યું સિંગાપોર  નાની વેદમાં રહેતા 22 વર્ષીય મૂળ સુરતના રહેવાસી યુવકની 4 પુરુષોએ લાજ લૂંટી લીધી છે. આ ચોંકાવનારી ઘટના પાછળ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન છે. જેમાં સ્વાઈપ કરવું યુવકને મોંઘુ પડ્યું અને મિત્રતા માટે જેને મળવા ગયો એ…

ઈઝરાયલના હુમલા સામે ઈરાન-સાઉદી એક થયા, પેલેસ્ટાઈનને મદદ કરશે

સાઉદી-ઈરાનની મિત્રતા અમેરિકાને ભારે પડી શકે છે, જો આ બંને દેશો એકસાથે પેલેસ્ટાઈનની મદદ કરશે તો આ યુદ્ધમાં નવો વળાંક આવશે તહેરાન ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના સંચાલક હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઈઝરાયલના હુમલા સામે ઈરાન અને સાઉદી અરબ એકજૂટ થઈ ગયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે આ દરમિયાન ટેલિફોનિક વાતચીત…

હમાસને મદદ કરવા સામે ઈરાનને અમેરિકાની ચેતવણી

બાયડેનને ઈરાનને યુએસની ઈઝરાયેલને મદદ અને યુદ્ધ ક્ષેત્રમાં યુએસ યુદ્ધ જહાજો, ફાઈટર પ્લેનની તૈનાતીથી ઈરાનીઓને સાવચેત રહેવા કહ્યું વોશિંગ્ટન ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન પર પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ એ ઈરાનને ચેતવણી આપી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને ઈરાનને…

હમાસનો ઈઝરાયલના ગુરિયન એરપોર્ટ પર રોકેટમારો, મુસાફરો સુરક્ષિત

લેબનોનથી આવા કોઈ વિમાન ઈઝરાયેલમાં પ્રવેશ્યા નથી, હાલ આ માનવીય ભૂલ છે કે ટેક્નિકલ તેની તપાસ ચાલી રહી હોવાની ઈઝરાયલની સ્પષ્ટતા તેલઅવિવ ગાઝા પટ્ટી માં હમાસના આતંકવાદી પર ઈઝરાયેલ દ્વારા વળતો જવાબ આપતા સતત હુમલા ચાલુ છે અને આ હુમલાઓમાં ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે કે…

હમાસનું પૃથ્વી પરથી અસ્તિત્વ જ મિટાવી દઈશુઃ નેતન્યાહૂ

પેલેસ્ટિની આતંકી સમૂહના તમામ આતંકીઓના મોત હવે નિશ્ચિત હોવાનો દાવો તેલએવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસનું અસ્તિત્વ જ પૃથ્વી પરથી મિટાવી દઇશું. તેમણે કહ્યું કે પેલેસ્ટિની આતંકી સમૂહના તમામ આતંકીઓના મોત હવે નિશ્ચિત છે.  શનિવારે હમાસ તરફથી ઈઝરાયલ પર ભયાનક હુમલા બાદ પ્રથમ વખત નેતન્યાહૂએ હમાસનો…

ઈઝરાયેલની ઇનબાર લિબરમેની ટીમે 25 આતંકીઓને ઢાળી દીધા

5 આતંકીઓ આ એકલી મહિલાની ગોળીઓનો જ નિશાન બન્યા હતા તેલઅવિવ ગત સપ્તાહ ઇઝરાયલ પર હમાસના હિચકારા હુમલાથી ખૂબ જાનહાની થઇ છે. ઇઝરાયેલના ૧૨૦૦થી વધુ નાગરિકોના મોત થયા છે જેમાં ૧૦૦ કરતા પણ વધારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના જવાનો છે. ઇઝરાયેલ પોતાની સ્થાપના થયા પછીના ઇતિહાસમાં ઘર આંગણે આવી કરુણાંતિકા જોઇ નથી. ઇઝરાયેલની પ્રજા પરાક્રમી છે…

ઈઝરાયેલમાં હમાસે 40 નવજાત બાળતોની હત્યા કરી, કેટલાકના ગળા કાપી નાખ્યા

ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જોવા માટે વિદેશી પત્રકારોને કફાર અઝા નામના વિસ્તારમાં લઈ જવાયા તેલ અવીવસ્વતંત્રતાના જંગના નામે હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં આચરેલી ક્રુરતાની દિલ દહેલાવનારી હકીકતો હવે દુનિયા સમક્ષ આવી રહી છે.ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ હતી તે જોવા માટે વિદેશી પત્રકારોને…

રશિયાને સંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં સ્થાન ન મળ્યું

હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે રશિયાની સામે આલ્બેનિયા અને બલ્ગેરિયા મેદાનમાં હતા ન્યૂયોર્કસંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઈટસ કાઉન્સિલમાં રશિયાને સ્થાન મળ્યુ નથી.યુક્રેન સાથે રશિયાએ શરુ કરેલા યુધ્ધ બાદ યુએનની જનરલ એસેમ્બલીમાં આ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મંગળવારે હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે…

ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ વરસાવ્યા

ઇઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય આધાર હતો જેરૂસલેમઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં માહિતી મળી રહી છે કે, ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ…

ભારતના વોન્ટેડ આતંકી શાહિદ લતિફની પાક.માં ગોળી મારીને હત્યા

એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો સિયાલકોટ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.  એનઆઈએએ (એનઆઈએ) યુએપીએ હેઠળ શાહિદ સામે…

લ્યુટન એરપોર્ટના કાર પાર્કિંગમાં આગથી અનેક ફ્લાઈટ રદ

બેડફોર્ડ શાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના કર્મચારીઓ આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે લંડન લંડનમાં આવેલા લ્યુટન એરપોર્ટ પર ભયંકર આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની ઘટના કારપાર્કિંગમાં બની હોવાની જાણકારી મળી છે. જેમાં મોટી સંખ્યામાં માલહાનિના અહેવાલ છે. અનેક કારો આગની લપેટમાં આવી હતી. જોકે હજુ સુધી જાનહાનિને લગતાં અહેવાલ સામે…

ઈઝરાયેલ એરફોર્સે હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કર્યા

ઈઝરાયેલની સેનાએ જવાબી હુમલાના પહેલા જ દિવસે આતંકી સંગઠન હમાસના નૌકાદળના વડાને કસ્ટડીમાં લઈ લીધો હતો ઈઝરાયેલ પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મરને પણ ઇઝરાયેલની વાયુસેનાએ ઠાર કર્યો હતો.   ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની આ લડાઈમાં…

અફઘાનમાં ફરીથી 6.3ની તીવ્રતનો આંચકો આવતા ગભરાટ

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી કાબુલ ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા.  માહિતી અનુસાર ભૂકંપનું…

યુએસનું રાલ્ડ-ફોર્ડ નેવલ-ફ્લીટ, એક નૌકાદળ બરાબર છે

યુએસએસ જેરાલ્ડ ફોર્ડ એક વિમાન-વાહક જહાજ છે, જેની ઉપર ત્રિકોણાકાર મિસાઈલ્સ ક્રૂઝર અને આર્લેગ બ્રીક પ્રકારના ચાર મિસાઈલ ડીસ્ટ્રોયર્સ તૈનાત છે નવી દિલ્હી હમાસ-ઈઝરાયલના યુદ્ધના ચોથે દિવસે ગાઝા પટ્ટીમાં હાલત બહુ નાજુક બની રહી છે. ઈઝરાયલમાં રાત-દિવસ સતત બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યાં ૧૦૦ બાળકો સહિત ૭૦૦ થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ૩૦૦૦ થી…

કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની પાક.ને સલાહ

આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થવાની વિશ્વ બેંકને આશા ઈસ્લામાબાદ વિશ્વ બેંકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તમામ ટેક્સ રાહતોને બંધ કરી અને કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની સલાહ આપી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર જો આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થશે.  સમાચાર…