નરેન્દ્ર મોદીએ જાડેજાને કહ્યું, બાપુ ઢીલા ન પડતાં

તમે બધાએ તમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તમે લોકોએ 10 માંથી 10 ગેમ જીતી અહીં આવ્યા છો, આવું બધું રમતમાં થતું રહેઃમોદી અમદાવાદપીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર ટીમને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.વડાપ્રધાને…

હારને જીવનભર સાથે ન રખાય, ખેલાડીએ આગળ વધવું પડેઃ કપિલ દેવ

જે થયું તે બદલી શકાતું નથી, સખત મહેનત કરતા રહો, એક ખેલાડી હોવાનો આ જ અર્થ છેઃ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના પૂર્વ સુકાની નવી દિલ્હીભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડકપ2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ…

પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ, સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવ્યો

બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ2023ની 9માંથી 5 મેચ હારી હતી, મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવાયા કરાંચીપાકિસ્તાન ટીમના વન-ડે વર્લ્ડકપ2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. વન-ડે વર્લ્ડકપ2023માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે…

ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબક્ષ પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન પહેલા ગુજરાત જાયન્ટ્સના કેમ્પમાં જોડાયા

પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ ટૂંકસમયમાં થવાનો છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમે હરાજી દરમિયાન એક મજબૂત ટીમ તૈયાર કરી અને હવે તે ટ્રોફી જીતવા તમામ તાકાત સાથે ઉતરશે. આ જ તાકાતને વધારવા આંતરરાષ્ટ્રીય ખેલાડી મોહમ્મદ નબીબક્ષ અને ફઝલ અત્રાચલી ટીમના કેમ્પમાં સામેલ થઈ ચૂક્યા છે. ટીમને તાલિમ શ્રેષ્ઠ કોચમાંથી એક એવા રામ મહેર…

ભારતીય ક્રિકેટર્સને વડાપ્રધાન મોદી-સેલિબ્રિટીસે સાંત્વના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું અમદાવાદભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ…

ધ્રૂસકે-ધ્રૂસકે રડતા ખેલાડીઓને જોઈને દુઃખ થયુઃ દ્રવિડ

શ્રેષ્ઠ ટીમ જીતી ગઈ, મને વિશ્વાસ છે કે કાલે ફરીથી સૂરજ નીકળશે… અમે આનાથી શીખીશું અને વિચાર કરતા આગળ વધીશુઃ ભારતીય ટીમના કોચ નવી દિલ્હીવર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ સહિત પહેલાની તમામ 10 મેચમાં જીતના રથ પર સવાર ભારતીય ટીમ ફાઈનલની જંગ હારી ગઈ છે. ખિતાબની મેચમાં મેક્સવેલના બેટથી વિનિંગ રન નીકળ્યા તો ભારતના ખેલાડીઓની આંખો…

વર્લ્ડકપ ટ્રોફી પર પગ મૂકીને બેઠેલા ઓસી. ક્રિકેટરનો ફોટો વાયરલ

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો, મિચેલ માર્શે તેના બંને પગ વર્લ્ડકપની ટ્રોફી પર રાખેલા છે અમદાવાદક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતી લીધો છે. જોકે, ટ્રોફીને સન્માન આપવાની બાબતમાં ઓસ્ટ્રેલિયનો ઉણા ઉતર્યા હોય તેમ લાગે છે. વિજયના નશામાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને પોતાની વર્તણૂકનો પણ ખ્યાલ…

રાહુલના સ્થાને વીવીએસ લક્ષ્મણને હેડ કોચ બનાવવાની શક્યતા

લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ દ્રવિડને લઈને નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો….

રોહિત શર્મા વિશ્વનો સૌથી કમનસીબ માણસઃ ટ્રેવિસ હેડ

રોહિત શર્મા મેચમાં આક્રમક 31 બોલમાં ચાર બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 47 રન બનાવીને હેડના હાથમાં ઝિલાઈ ગયો હતો અમદાવાદ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વિશ્વકપ પર કબજો કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટાકારીને…

ભારતના પાંચ ખેલાડીનો આ વર્લ્ડ કપ છેલ્લો હોવાની શક્યતા

રોહિત, વિરાટ, રવીન્દ્ર, શમી અને સૂર્યકુમારની વધતી વયને જોતા તેમના હવે પછીના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા નહિવત અમદાવાદ આઈસીસી વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ફરી એક વખત અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોને કારમો ઝાટકો પહોંચાડતા ભારતને તેની જ ભૂમિ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સેલીબ્રીટીઓની હાજરી વચ્ચે શાન સાથે 6 વિકેટથી…

હારથી હતાશ ટીમ ઈન્ડિયાનું ગૌતમ ગંભીર-વિરેન્દ્ર સહેવાગે મનોબળ વધાર્યું

બન્ને પૂર્વ ક્રિકેટર્સે છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન આપ્યા નવી દિલ્હી વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ હારી જતાં ત્રીજી વખત ચેમ્પિયન બનાવાનું સપનું રોળાયું છે અને ક્રિકેટના કરોડો ચાહકો સાથે ખેલાડીઓનું પણ મનોબળ તુટી ગયું હતું અને ફાઈનલમાં મળેલી હારથી ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા ત્યારે ગંભીર અને સેહવાગે ટીમને…

અનુષ્કા-આથિયાની વાત-ચીતના નિવેદન પર લોકો ભજ્જીથી નારાજ

બોલિવૂડના અભિનેત્રીઓ પર હરભજનની ટીપ્પણી પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, કેટલાકે તેના અભિપ્રાય પર સહમતી દર્શાવી અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એતિહાસિક મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ દેશ-વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં…

બાબરે જીત માટે ઓસી.ને અભિનંદન પાઠવ્યા

વિરાટ કોહલીએ ટી20માં ઈંગ્લેન્ડ સામે પાક.ના વિજય બાદ આપેલા અભિનંદનને બાબરના નિવેદન સાથે સરખાવાયું કરાંચી 2023 માં ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહ્યું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું .પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ બોલરોએ ભારતીય ટીમને 240 રનના સ્કોર સુધી રોકી દીધી હતી . જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટ્રેવિસ હેડની સદીના આધારે માત્ર 43…

આઈસીસી-11માં છ ભારતીય ક્રિકેટર્સને સ્થાન મળ્યું

આઈસીસીની પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનની ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું દુબઈ આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. આઈસીસીની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત…

સ્ટેડિયમ માટે દર બાર મિનિટે મેટ્રો દોડાવવામાં આવશે

મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એએમસી દ્વારા ખાસ…

વર્લ્ડ કપના તમામ વિજેતા સુકાનીઓને બ્લેઝર દ્વારા સન્માનિત કરાશે

પ્રથમ ઇનિંગ પછી સન્માન સમારોહમાં એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા હાજર રહેશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. બીસીસીઆઈ અત્યાર સુધીના વર્લ્ડ કપ…

ફાઈનલમાં મોહમ્મદ શમીને અકરમ-મલિંગાનો રેકોર્ડ તોડવાની તક

શમીને વસીમ અકરમનો રેકોર્ડ તોડવા માટે 2 વિકેટની જરૂર છે, અકરમે 38 મેચમાં 55 વિકેટ લીધી છે. શમીએ 17 મેચમાં 54 વિકેટ ઝડપી છે અમદાવાદ ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. શમી હવે આવતીકાલે અમદાવાદમાં ઈતિહાસ…

ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સી પર મમતા બેનર્જીના પ્રહાર

ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે અમદાવાદ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજવાની છે. આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજનીતિ શરુ થઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મમતા…

ઓસ્ટ્રેલિયા સામેની 20 વર્ષની હારનો બદલો લઈ ભારત ત્રીજા તાજ માટે પ્રતિબદ્ધ

યજમાન ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉલ્લાસપૂર્ણ માહોલ, દેશ-વિદેશથી સેલિબ્રિટીસ સ્ટેડિયમમાં ઉમટી પડશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8…

છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ચેમ્પિયન બની છે

1983થી 2023 સુધી વર્લ્ડ કપમાં ભારતે ઓસી સામે 13માંથી પાંચ મેચ જીતી છે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ગત ત્રણ વન-ડે વર્લ્ડ કપમાં યજમાન દેશ ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે વન-ડે વર્લ્ડ કપ 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું…