GSLમાં મલ્ટિમેટ અજેય, ટોપનોચ અને કટારિયા કિંગ્સનો વિજય
અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટિમેટ માર્વેલ્સે તેની વિજયકૂચ આગળ ધપાવીને 578 પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. મંગળવારે મલ્ટિમેટની ટીમે ભાયાણી સ્ટાર્સ સામે 145-138થી વિજય હાંસલ કર્યો હતો. ભાયાણી સ્ટાર્સ 532 પોઇન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે છે….
