ગિફ્ટી સીટીમાં 300 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે

હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની સુવિધા અને વિખ્યાત તબીબોથી સજ્જ હશે, જે સમગ્ર વિસ્તારના દર્દીઓને સેવા પૂરી પાડશે અમદાવાદ  કિશોર મહેતાના પરિવારે પ્રતિષ્ઠિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, ગાંધીનગર ખાતેની પોતાની ૩૦૦ બેડની, મલ્ટિ-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં નવા જોશ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની…

મહારાષ્ટ્રમાં 131 દર્દીના મોત માટે જવાબદાર કોણઃ રાજ્યને પંચની નોટિસ

હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ પાઠવી 4 સપ્તાહમાં જવાબ આપવા સમય આપ્યો મુંબઈ મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ બાદ હવે નાગપુરમાં માત્ર ચાર જ દિવસમાં 80 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના…

મહેન્દ્રસિંહ ધોની જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત, જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ 8 ઓક્ટોબર, 2023થી શરૂ થશે. જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે પરંતુ…

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે મુખ્ય બાબતોઃ મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. ફંડનું સંચાલન શિવ ચનાની (સિનિયર ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવશે. શિવ પાસે 24 વર્ષથી વધુનો અનુભવ છે અને મિડ…

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું અને આ નાણાકીય વર્ષમાં 1000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે

મુંબઈ  ભારતની સૌથી ઝડપથી વિકસતી એએમસીઓ પૈકીની એક પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેબી-રજિસ્ટર્ડ કેટેગરી III એઆઈએફ, પીજીઆઈએમ ઇન્ડિયાઝ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) શરૂ કરવાની જાહેરાત કરી છે. પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, “એઆઈએફની શરૂઆત સાથે, અમે રોકાણકારોના વધુ સેગમેન્ટમાં ખાસ કરીને કૌટુંબિક ઓફિસો સહિત ટોચની સંપત્તિ ધરાવતા સ્તરોમાં અમારી…

નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય

અમદાવાદ નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ ઉદય પ્રદર્શન સાંજે 5 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે 8 ઓક્ટોબર સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંદીવાનોને સત્ય આર્ટ ગેલેરીનું મંચ પુરું…

સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા કેન્દ્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો નવી દિલ્હી સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે  સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી અનામત મળશે.  કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ…

ટ્વીટર ટૂંક સમયમાં ત્રણ પ્રકારના પ્લાન લાવશે

નવા 3 પ્રકાર સબસ્ક્રિપ્શન પ્લાન આ સોશિયલ મીડિયા જાયન્ટને એવા યુઝર્સ પાસેથી પણ આવક મેળવવામાં મદદ કરશે જેઓ હાલમાં મોંઘા પ્લાન નથી લેતા વોશિંગ્ટન ટ્વીટરના સીઈઓ લીંડા યાકારીએ કહ્યું કે એક્સ 3 પ્રકારના સબસ્ક્રિપ્શન પ્લાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આ વાત બેંકર્સ સાથે થયેલી મીટીંગમાં જણાવી હતી. હાલ કંપની એક્સ પ્રીમિયમ માટે રૂ…

કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની શક્યતા

કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે નવી દિલ્હી ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા 41 કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું…

મેનકા અને વરૂણ ગાંદીનું ભાજપ પત્તું કાપે એવી શક્યતા

માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો હોવાના માડિયા રિપોર્ટસ લખનૌ/નવી દિલ્હી   ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધી કે વરૂણ ગાંધીને પિલભત કે સુલ્તાનપુરમાંથી ચૂંટણી લડવાની ટિકીટ આપે તે સંભવિત લાગતું નથી. આ માહિતી આપતાં અખબારો સહિત અન્ય મિડીયા રિપોર્ટસ પણ જણાવે છે કે તે માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો…

એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના

આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે ન્યૂયોર્ક   આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આવા બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે તેવું અનુમાન છે. ભારતની ૧૪ લોકની પરિકલ્પના આ સાથે યાદ આવે છે. આપણું સૌર મંડળ એક વિશાળ આકાશગંગામાં રહેલું છે. તે આકાશગંગાની સર્પાકાર વિશાળ નિહારિકાના શિર્ષ…

પંજાબ પાસે અન્ય રાજ્યને આપવા એક ટીપું પાણી નથીઃ માન

અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી, પંજાબના મુખ્યપ્રધાનનો કેબિનેટની બેઠકમાં હુંકાર ચંડીગઢ   સર્વોચ્ચ અદાલતે બુધવારે સતલજ-યમુના-લિંક (એસ.વાય.એલ.) માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની મોજણી શરૂ કરવા જણાવ્યું હતું, અને તે માટે પંજાબ સરકારને સહકાર આપવા આદેશ આપ્યો હતો. તે પછી બીજા જ દીવસે ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને…

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટીવ

બીસીસીઆઈની મેડિકલ ટીમની સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર, ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ ગુમાવેએવી શક્યતા નવી દિલ્હી ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ મનાઈ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક…

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલામાં 100થી વધુનાં મોત

આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, સીરિયાના સૈન્યએ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા હોમ્સ સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે…

રાજૌરીમાં આતંકી હુમલો નહીં તો કોનો હાથ એ મોટો સવાલ

અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા જમ્મુ જમ્મ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે એક સૈન્ય કેમ્પમાં એક અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.  સૂત્રોના જણાવ્યાનુસાર મેજર રેન્કના એક અધિકારીએ ગોળીબારના અભ્યાસ…

એનડીએમાં છું, ટીડીપીને સમર્થન આપીશુઃ પવન કલ્યાણ

અભિનેતામાંથી નેતા બનેલા પવને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી અમરાવતી જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને  સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઇ હતી…

પૂર્વ નાજી સૈનિકના સન્માન બદલ પુટિને ટ્રૂડોની ઝાટકણી કાઢી

પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું સાથે જ યુક્રેન પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો મોસ્કો ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે પહેલાંથી મુશ્કેલીમાં મૂકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર વારાફરતી વૈશ્વિક નેતાઓ ભડકી રહ્યા છે ત્યારે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમનો ઉધડો લીધો હતો. જોકે પુટિને ટ્રુડો સરકારને બીજા…

સાત ફેરા વગરના હિન્દુ વિવાહ કાયદેસર ન મનાયઃ કોર્ટ

પત્નીએ છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવાની પતિની માગ કોર્ટે ફગાવી દીધી અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સાત ફેરાં અને અન્ય રીતિઓ વગર હિન્દુ વિવાહ  કાયદેસર મનાય જ નહીં. હાઈકોર્ટે એક કેસ ફગાવી દીધો હતો જેમાં એક પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ…

કેનેડાને લીધે ભારતના યુએસ સાથે સબંધ બગડી શકે છેઃ ગાર્સેટી

અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીની પોતાના દેશને ચેતવણી નવી દિલ્હી https://df525c300c43e8fb094a37a0fbaa45fc.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે અ્મેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ એવી ચેતવણી આપી છે કે, કેનેડાના કારણે ભારત અને અમેરિકાના સબંધો ખરાબ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે, કેનેડાનો આરોપ…

ઓલિમ્પિકના 10 માસ પહેલાં ફ્રાન્સમાં માંકડના ત્રાસથી ચિંતાનું મોજું

ફ્રાંસમાં આ વર્ષે ગરમીની સિઝનમાં હોટલો તથા બીજા ટુરિસ્ટ સ્પોટસ પર માંકડ જોવા મળ્યા, હવે થિયેટરો, ટ્રેનો,બસો અને ઘરોમાં પણ માંકડ લોકોને કરડી રહ્યા છે પેરિસ https://6aba09ad520148330cf55a6c94cd1405.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ફ્રાંસ આજકાલ માંકડના ત્રાસ સામે ઝઝૂમી રહ્યુ છે. ખાસ કરીને ફ્રાંસના બે મોટા શહેરો પેરિસ અને માર્સેલેમાં માંકડની સમસ્યા વકરી ચુકી છે. જેના કારણે લોકો ગભરાઈ રહ્યા છે. …