આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઉદ્યોગ પ્રથમ ‘એનીવ્હેર કેશલેસ’ કેમ્પેઇનને નોંધપાત્ર સફળતા મળી

Spread the love
  • ‘એનીવ્હેર કેશલેસ’ કેમ્પેઇનને નોંધપાત્ર 5 બિલિયનથી વધુ ઇમ્પ્રેશન હાંસલ કરી અને ઓક્ટોબર 2023 સુધીમાં 10 મિલિયનથી વધુ ક્લિક્સ મેળવી

મુંબઈ

ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના નવીન “એનીવ્હેર કેશલેસ” કેમ્પેઇન પૂરું થયાની જાહેરાત કરતા ઉત્સાહિત છે. ‘એનીવ્હેર કેશલેસ’ સર્વિસ એ એક અગ્રણી પહેલ છે જેણે પોલિસીધારકોને તેના નેટવર્ક જોડાણને ધ્યાનમાં લીધા વિના કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓની ઍક્સેસ પ્રદાન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. આ કેમ્પેઇનને અલગ પાડે છે અદ્યતન જિઓ-ફેન્સીંગ વ્યૂહરચનાનું અમલીકરણ, જે રીઅલ-ટાઇમમાં સંબંધિત લોકોને બારીકાઇપૂર્વક લક્ષ્ય બનાવે છે. હાઇપર-લોકલ ક્રિએટિવ વ્યૂહરચના સાથે જોડાયેલો આ ફોરવર્ડ-થિંકિંગ અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે કમ્યૂનિકેશન વ્યૂઅરના પિન કોડના આધારે કેશલેસ સર્વિસીસ પ્રદાન કરતી નજીકની હોસ્પિટલોના નામ ડાયનેમિકલી દર્શાવે છે. આ કેમ્પેઇન 2500થી વધુ હોસ્પિટલોને આવરી લેતા 5 મોટા શહેરોમાં ચલાવવામાં આવ્યું હતું જેમાં લગભગ 650 નેટવર્ક હોસ્પિટલ અને વધારાની 1,900થી વધુ નોન-નેટવર્ક હોસ્પિટલનો સમાવેશ થાય છે, જેમાં પોલિસીધારકો માટે કેશલેસ સર્વિસીઝ મળે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હાઇપર-લોકલ ક્રિએટિવ સોલ્યુશન્સનો ઉપયોગ કર્યો હતો જે સુનિશ્ચિત કરે છે કે ક્રિએટિવ્સ વાસ્તવિક સમયમાં કેશલેસ સર્વિસીસ ઓફર કરતી નજીકની હોસ્પિટલોના નામ સાથે ડાયનેમિકલી પ્રદર્શિત થાય છે. એકંદરે આ કેમ્પેઇન હાઇપર લોકલ ક્રિએટીવ સાથે ચલાવવામાં આવ્યું હતું, જેમાં દર્શકના પિનકોડ મુજબ, કમ્યૂનિકેશન કેશલેસ સર્વિસીસ પૂરી પાડતી નજીકની હોસ્પિટલનું નામ દર્શાવે છે. અમે ગ્રાહકના રસ આધારિત લક્ષ્યાંક સાથે વિવિધ એપ્લિકેશનો પર સમાન અભિગમ સાથે પ્લેટફોર્મનો ઉપયોગ પણ કર્યો હતો. આ વ્યૂહાત્મક પગલાએ સુનિશ્ચિત કર્યું કે કેમ્પેઇન વિવિધ રૂચિઓ અને પસંદગીઓ સાથે લોકોને જોડે છે તથા અસરકારક રીતે “એનીવ્હેર કેશલેસ” સર્વિસ માટે જાગૃતિ અને વિચારણાનું નિર્માણ કરે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆરના માર્કેટિંગ હેડ સુશ્રી શીના કપૂરે જણાવ્યું હતું કે, “‘એનીવ્હેર કેશલેસ’ એક નવીન અને ઉદ્યોગજગતની સૌપ્રથમ વિશેષતા છે જે અમારા ગ્રાહકોને ઉત્તમ અનુભવ આપવાના અવિરત પ્રયાસમાં છે. નામ સૂચવે છે તેમ, ગ્રાહકો હવે નેટવર્ક એમ્પેનલ્ડ હોસ્પિટલમાં કેશલેસ સારવાર સુધી મર્યાદિત નથી. તેઓ તેમની પસંદગીની હોસ્પિટલમાં કેશલેસ રિઈમ્બર્સમેન્ટ મેળવી શકે છે અને તે પણ 24-કલાકની નોટિસ સાથે. નવીનતા તરીકે જિઓ-ટેગિંગનો ઉપયોગ કરીને તાજેતરના ડિજિટલ કેમ્પેઇનને અમારા ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં ઉત્તમ આકર્ષણ જોવા મળ્યું છે, પરિણામે જોડાણનું સ્તર અપેક્ષિત કરતાં બેગણું વધારે હતું.”

આ ટેક-સક્ષમ “એનીવ્હેર કેશલેસ” સુવિધા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વન-સ્ટોપ ડિજિટલ સોલ્યુશન, “IL TakeCare” એપ્લિકેશન દ્વારા અને www.icicilombard.com પરની સત્તાવાર વેબસાઇટ પર પણ સુલભ છે જે હોસ્પિટલાઈઝેશન દરમિયાન વ્યાપક ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

Digital AD Film –Anywhere Cashless Offering | ICICI Lombard

સમગ્ર કેમ્પેઇન દરમિયાન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો “કોઈપણ સ્થલેથી વાસ્તવિક કેશલેસ”ના મુખ્ય સંદેશને ગ્રાહકો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે, જે કંપનીની નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિતતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. જેમ જેમ કેમ્પેઇન સમાપ્ત થાય છે તેમ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની નોંધપાત્ર સફળતામાં યોગદાન આપનારા તમામ ગ્રાહકો અને ભાગીદારોનો આભાર માને છે. કંપની નવીનતા માટે પ્રતિબદ્ધ છે અને ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં વિશ્વાસપાત્ર નામ બની રહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *