યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન, ડેબીટકાર્ડ કે ક્રેડીટકાર્ડની જરૂર નહિ પડે

નવી દિલ્હી
આજના સમયમાં ટેકનોલોજી એડવાન્સમેંટ થતા જ એટલી નવી નવી વસ્તુઓ આવે છે કે જેના વિષે વિચાર્યું પણ ન હોય. પહેલાના સમયમાં ફોન અને કમ્પ્યુટર ખુબ જ મોટા આવતા હતા. જયારે અત્યારે તે પોર્ટેબલ જોવા મળે છે. તેવી જ રીતે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પણ હાલ ખુબ જ સુવિધાજનક થવા જઈ રહ્યો છે. હવે ભારતમાં યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન, ડેબીટકાર્ડ કે ક્રેડીટકાર્ડની જરૂર નહિ પડે. પરંતુ એક રીંગથી હવે પેમેન્ટ થઇ શકશે.
ભારતીય બજારમાં પેમેન્ટ કરી શકાય એવી રીંગ લોન્ચ થઇ ગઈ છે. આ રીંગની મદદથી કોઈ પણ POS મશીન પર ટચ કરવાથી પેમેન્ટ થઇ જશે. જેના માટે પેમેન્ટ મશીનમાં એનએફસીનું ફીચર હોવું જરૂરી છે. અન્ય પેમેન્ટના એનએફસી પ્રોડક્ટની ટેકનોલોજી પર જ આ રીંગ પણ કામ કરશે એટલે કે ટેપ એન્ડ પે ટેકનોલોજી પર આ રીંગ કામ કરશે. તેમ છતાં તે ખુબ જ સિક્યોર છે.
આમ તો આપને ઘણા પ્રકારની રીંગ જોઈ હોય, જેમાં થોડા સમય પહેલા માર્કેટમાં સ્માર્ટ રીંગ પણ આવી ચુકી છે, પરંતુ તમે બેટરી વગરની સ્માર્ટ રીંગ ભાગ્યે જ જોઈ હશે. એક સ્ટાર્ટઅપે કોન્ટેક્ટલેસ પેમેન્ટ રિંગ લોન્ચ કરી છે. જે 7 રિંગ્સ તરીકે ઓળખાય છે. કંપનીએ સપ્ટેમ્બરમાં ફિનટેક ફેસ્ટ 2023માં આ પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું.
કંપનીએ આ રિંગને ભારતમાં 7 હજાર રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે. જોકે, અર્લી બર્ડ ઑફર હેઠળ મર્યાદિત સમય માટે કંપની આ રિંગને 4,777 રૂપિયાની કિંમતે વેચી રહી છે. આ ડિવાઈસને રૂ.829ની 6 મહિનાની ઈએમઆઈ પર પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત તેના પર 55 મહિનાની વેલીડીટી અને 1 વર્ષની વોરંટી મળે છે. હાલ આ રીંગ માત્ર ઇનવાઈટ કોડ ધરાવતા યુઝર્સ જ ખરીદી શકે છે.
એરોસ્પેસ ગ્રેડ મટીરીયલ ઝીરકોનિયા સિરામિક (ઝેડઆરઓ2)થી બનેલી આ રીંગ સ્ટાઇલીશ છે. કંપનીના કહેવા પ્રમાણે આ રીંગ 100 ટકા વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. સાત અલગ અલગ સાઈઝમાં આવતી આ રીંગ સાથે IP68 સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ રીંગ એનએફસી ટેકનોલોજી પર કામ કરે છે અને ઈએમવી કો-સર્ટિફાઈડ છે. આ રીંગ માટે એક એપ પણ વાપરવું પડે છે. એપના પ્રીપેડ વોલેટમાં પૈસા પણ રાખવા પડશે, જેના કરને પેમેન્ટ થઇ શકે. યુઝર 10,000 રૂપિયા સુધીના માસિક ટ્રાન્ઝેક્શન માટે કેવાયસી પ્રમાણપત્ર લઇ શકે છે. વીડિયો કેવાયસી પછી યુઝર્સ આ લિમિટને 2 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. યુઝર્સે ફક્ત એપના પ્રીપેડ વોલેટને યુપીઆઈ સાથે કનેક્ટ કરવાનું રહેશે. આમાં તેમાં યુઝર્સની કોઈ બેંકિંગ ડિટેલ્સ સામેલ કરવામાં આવશે નહીં.
