
હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પેપર માંથી કલાત્મક દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ કાર્ડ પેપર, ક્રેપ પેપર, ટેક્ચર પેપર તેમજ નકામી વસ્તુઓ નો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ કાર્ડ અને તોરણ બનાવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં સુંદર કામ કરનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.