સા.આફ્રિકાની ભૂમિ પર ફિફ્ટી ફટકારનારો સુર્યકુમાર બીજો ભારતીય સુકાની

Spread the love

સાઉથ આફિકાની ધરતી પર ટી20આઈ  ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો

પોર્ટ એલિઝાબેથ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં ટી20આઈ સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા સૂર્યકુમાર યાદવે ફરી એકવાર શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. જો કે આ ઇનિંગ પર પાણી ફરી ગયું હતું કારણ કે સાઉથ આફ્રિકા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ દરમિયાન સૂર્યાએ એક મોટી સિદ્ધિ મેળવી હતી. તે ભારતીય ટીમનો પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે જેણે સાઉથ આફ્રિકાની ધરતી પર કેપ્ટન તરીકે ટી20આઈમાં ફિફ્ટી ફટકારી છે.

ભારત તરફથી એક કેપ્ટન તરીકે સાઉથ આફિકાની ધરતી પર ટી20આઈ  ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. હવે સૂર્યાએ ધોનીના આ 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો છે. ધોનીએ વર્ષ 2007માં સાઉથ આફ્રિકા સામે 45 રનની ઇનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી20આઈ સિરીઝની બીજી મેચમાં 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આમ સૂર્યા સાઉથ આફ્રિકામાં ટી20આઈ ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *