પલ્લવી પ્રશાંત બિગ બોસ તેલુગૂ-7નો વિજેતા બન્યો

Spread the love

અમરદીપ ચૌધરી, અર્જુન અંબાતી, પ્રિયંકા જૈન, શિવાજી, પલ્લવી પ્રશાંત અને પ્રિન્સ યાવર શોના 6 ફાઇનલિસ્ટ બન્યા, જેમાંથી પલ્લવી પ્રશાંતને આ પાંચને હરાવ્યા બાદ સૌથી વધુ વોટ મળ્યા


નવી મુંબઇ
બિગ બોસ ટીવીનો સૌથી લોકપ્રિય અને મનપસંદ શો છે. હાલમાં હિન્દી બિગ બોસ 17 દર્શકોનું દિલ જીતી રહ્યું છે. બિગ બોસ 7 તેલુગુની આ સિઝન ખૂબ જ મજેદાર રહી છે. શોમાં ઘણો ડ્રામા, ઝઘડા અને લાગણીઓ જોવા મળી હતી. દર્શકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો. શોની ગ્રાન્ડ ફિનાલે પણ ખૂબ જ મજેદાર રહી હતી.હવે બિગ બોસ 7 તેલુગુને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. બીગ બોસ 7 તેલુગુએ આ શો ના વિનરનું નામ જાહેર કરી દીધુ છે.
બિગ બોસ તેલુગુના આ સીઝનના વિજેતા પલ્લવી પ્રશાંત બન્યો છે. તેમણે આખી સિઝનમાં પોતાનું સાચું વ્યક્તિત્વ બતાવીને લોકોના દિલ જીતી લીધા છે. પલ્લવીએ શોના 5 ફાઇનલિસ્ટને હરાવીને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
અમરદીપ ચૌધરી, અર્જુન અંબાતી, પ્રિયંકા જૈન, શિવાજી, પલ્લવી પ્રશાંત અને પ્રિન્સ યાવર શોના 6 ફાઇનલિસ્ટ બન્યા. જેમાંથી પલ્લવી પ્રશાંતને આ પાંચને હરાવ્યા બાદ સૌથી વધુ વોટ મળ્યા હતા. મહત્વનું છેકે, અમરદીપ ચૌધરી શોનો ફર્સ્ટ રનર અપ બન્યો હતો. બિગ બોસ ટ્રોફીની સાથે પલ્લવી પ્રશાંતને 35 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી.
તેલંગાણાના એક નાના ગામમાં પલ્લવી પ્રશાંત રહે છે. પલ્લવી એક ખેડૂત છે. પરંતુ આ સિઝનમાં સામાન્ય માણસ હોવા છતાં તેણે ઘર-ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે. બિગ બોસ 7માં પલ્લવીની સફર ઘણી ઉતાર-ચઢાવથી ભરેલી હતી પરંતુ તેણે પોતાના અસલી વ્યક્તિત્વ દ્વારા દર્શકોના દિલ જીતી લીધા. પલ્લવીએ આ સિઝનમાં શોમાં આવેલા તમામ સ્પર્ધકોને ટક્કરની સ્પર્ધા આપીને લોકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *