ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

સુકમા
સુકમા છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સાથેની અથડામણમાં પાંચથી છ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કોટ્ટા પલ્લી, નાગારમના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 થી 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને નક્સલ સામગ્રી મળી આવી છે. હાલ તમામ જવાનો સુરક્ષિત છે અને એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
