એર કેનેડાની ફ્લાઈટમાંથી યુવક દરવાજો ખોલીને કૂદી પડ્યો

Spread the love

આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો

ટોરન્ટો

એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજો ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી અને રન વે પર હતી ત્યારે આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

આ મુસાફરને નજીવી ઈજા થઈ છે પણ ઘટનાના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં 6 કલાકનો વિલંબ થયો હતો.

એરલાઈન પ્રવક્તાના કહેવા પ્રમાણે મામલાની તપાસ ચાલી રહી છે.ફ્લાઈટમાંથી કુદી પડનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે કે નહીં તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.

આ બનાવના થોડા દિવસ પહેલા જ એર કેનેડાની ફ્લાઈટમાં 16 વર્ષના કિશોરે એક પરિવાર પર હુમલો કર્યો હતો.તેના કારણે પણ ફ્લાઈટ 3 કલાક મોડી ટેક ઓફ થઈ હતી.આ હુમલામાંપરિવારના સભ્યોને વત્તી ઓછી ઈજાઓ પણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *