રશિયન અખબારના દાવા અનુસાર અમેરિકાએ 35 લાખ ડોલરનુ ઓઈલ રશિયા પાસેથી ખરીદયુ છે અને આ ઓઈલ અમેરિકા પહોંચી પણ ગયુ છે

મોસ્કો
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ થયુ તે બાદ અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ રશિયા પર જાત જાતના પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં રશિયા પાસે ક્રુડ ઓઈલ નહીં ખરીદવાના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો.
જોકે ભારતે આ પ્રતિબંધોની દરકાર કર્યા વગર રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનુ શરુ કર્યુ ત્યારે અમેરિકાએ શરુઆતમાં ભારતને ધમકી આપવાની પણ કોશિશ કરી હતી. અમેરિકાના કેટલાક નેતાઓએ તો ભારત પર પ્રતિબંધ મુકવા સુધીની અપીલ પણ પોતાની સરકારને કરી હતી. હવે અમેરિકાએ પોતે જ રશિયા પાસેથી યુધ્ધ શરુ થયા બાદ પહેલી વખત ક્રુડ ઓઈલની ખરીદી કરી છે.
રશિયન અખબારના દાવા અનુસાર અમેરિકાએ 35 લાખ ડોલરનુ ઓઈલ રશિયા પાસેથી ખરીદયુ છે અને આ ઓઈલ અમેરિકા પહોંચી પણ ગયુ છે.
બીજી તરફ અમેરિકાએ નવો દાવો કર્યો છે કે, જી-7 દેશો તરફથી રશિયાના ઓઈલ પર લગાવવામાં આવેલી પ્રાઈસ કેપ કામ કરી રહી છે. જેનાથી રશિયાને ઓઈલમાંથી થઈ રહેલી કમાણીમાં ભારે ઘટાડો થયો છે. રશિયા હવે 60 બેરલ પ્રતિ ડોલરની ઉપર ઓઈલ વેચી શકતુ નથી.
આ પ્રાઈસ કે પ્રમાણે 60 ડોલરથી વધારે ભાવનુ ઓઈલ લઈ જનાર જહાજો પર પ્રતિબંધ છે અને આ ઓઈલની હેરફેર માટે ઈન્સ્યોરન્સ પણ મળી શકતો નથી.
