અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવી ભારતનો ટી20 શ્રેણી પર કબજો

Spread the love

યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો

ઈન્દોર

ભારતીય ટીમે ઈન્દોર ટી20 મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ભારતની સામે જીત માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમના યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 ટી20 મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી.

ભારત માટે યશસ્વી જયસવાલે સૌથી વધુ 34 બોલમાં 68 રન બનાવ્યા. આ યુવા ઓપનરે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા. શિવમ દુબેએ સૌથી વધુ 32 બોલ પર 63 રન બનાવ્યા. તેમણે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. વિરાટ કોહલીએ 16 બોલ પર 29 રનોની શ્રેષ્ઠ ઈનિંગ રમી. જોકે, આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા શૂન્ય પર આઉટ થયા. પરંતુ યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાને મેચ જીતવામાં સફળતા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *