


- ‘Aviraaj Titans’ (અવીરાજ ટાઈટન્સ) એ સિનિયર લીગ જીતી
- સ્કાયલાઇન બોક્સ ક્રિકેટ લીગ 2.0માં રોટેરિયનો તેમની ક્રિકેટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું
અમદાવાદ:
રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આયોજિત ‘સ્કાયલાઇન બોક્સ ક્રિકેટ લીગ’ (SBL)ની બીજી સિઝન છ દિવસની રોમાંચક ક્રિકેટ, ખેલદિલી, મનોરંજન અને ભારે રસાકસી સાથેની રવિવારે પૂર્ણ થઈ છે.
ધ સ્કાયલાઈન બોક્સ ક્રિકેટ લીગ 2.0માં ક્લબના મહિલા તથા પુરૂષ સભ્યો અને તેમના પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે સ્પોર્ટ્સમેનશીપમાં વધારો કરતી મનોરંજક લીગ રહી હતી. આ લીગમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 13 ટીમ પુરૂષોની હતી.
ટ્રોફી ફાઈટર્સ દ્વારા 16થી 21 જાન્યુઆરી દરમિયાન આયોજિત ટુર્નામેન્ટમાં રોટરિયન ધ્રુવિન કોઠારીની માલિકીની કેએમકે સ્ટાર્સ ટીમ (‘KMK Stars’) મેન્સ કેટેગરીમાં વિજેતા રહી હતી. જ્યારે રોટેરિયન દેવેન્દ્ર શાહની માલિકી Alchemist Avengers રનરઅપ રહી હતી.
વુમન કેટેગરીમાં રોટેરિયન સંજના દેસાઈની “Ciccio Divas” વિજેતા અને પ્રખ્યાત ડો. પારસ શાહની ઈટ મેટર્સ રનરઅપ રહી હતી.
45 વર્ષથી વધુ વય ધરાવતા સભ્યોની સિનિયર કેટેગરીમાં રોટેરિયન અરવિંદ કાબરાની અવિરાજ ટાઈટન્સ વિજેતા રહી હતી. જ્યારે રોટેરિયન સૌરભ ખંડેવાલની માલિકીની ક્રેડિટબિઝ ટીમ રનરઅપ રહી હતી.
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈનના પ્રેસિડન્ટ રેખા કાબરાએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ સ્કીલ પ્રદર્શિત કરવાની આ એક અદ્ભુત તક હતી, અને સભ્યોએ તેને બંને હાથે ઝીલી લીધી હતી. બોક્સ ક્રિકેટ લીગ સમગ્ર સ્કાયલાઇન પરિવારને એકમંચ પર લઈ આવી હતી. ક્લબના 160થી વધુ પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. સૌએ એક સાથે મળી ખૂબ જ આનંદ કર્યો હતો. મનોરંજન સાથે આ લીગ સુપર હિટ રહી.”
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈનના સેક્રેટરી સૌરભ ખાંડેવાલે તમામ સભ્યો અને તેમના પરિવારજનોનો ઉત્સાહભેર લીગમાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. તેમજ સ્પોન્સર્સનો પણ સમર્થન બદલ આભાર માન્યો હતો.
રોટરી સ્કાયલાઈન બોક્સ ક્રિકેટ લીગ 2.0માં ભાગ લેનારી ટીમોની અભિનેતા શાહબાઝ ખાનની હાજરીમાં મેગા ઓક્શન મારફત પ્રોફેશનલી હરાજી થઈ હતી.
