Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ભાજપ દિલ્હીમાં લોકતાંત્રિક સરકારને તોડવાનો પ્રયાસ કરે છેઃ આપ

Spread the love

ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશેઃ આતીશી

નવી દિલ્હી
આમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ‘ઓપરેશન લોટસ 2.0’ શરૂ કર્યું છે, અને દિલ્હીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી આપ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આપના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે.
આ ઉપરાંત આતીશીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશે.’ ભાજપ અમારા 21 ધારાસભ્યોના સંપર્કમાં છે, જેમનો ઉપયોગ કરીને તેમનો ઉદ્દેશ્ય દિલ્હી સરકારને પછાડવાનો છે. આતીશીએ આગળ જણાવ્યું હતું કે તે સાત ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ઓપરેશન લોટસ એ એક વ્યૂહરચના છે જેનો ઉપયોગ ભાજપ દ્વારા એવા રાજ્યોમાં સત્તામાં આવવા માટે થાય છે જ્યાં તેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાયા નથી. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ તેના ઉદાહરણ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હાલમાં જ, તેઓ (બીજેપી)એ અમારા દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરીને કહ્યું છે કે તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. ત્યારબાદ ધારાસભ્યોને તોડશે. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાતચીત ચાલી રહી છે. ત્યારપછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. 25 કરોડ આપીશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવીશું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *