હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે

મેલબોર્ન
એક ભારતીય છોકરો અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમી રહ્યો છે. જે પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પિન બોલર હરકિરત બાજવાની.
હરકિરત બાજવા પૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહની જેમ ઓફ-સ્પિન બોલિંગ કરે છે. હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે.
હરકિરતના પિતા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ટેક્સી ચલાવે છે. 2012માં હરકિરતનો પરિવાર મોહાલીથી ઓસ્ટ્રેલિયા આવી ગયો હતો અને હવે તે ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો છે. હરકિરતને ભારતીય સ્પિનર આર. અશ્વિનને ખૂબ પસંદ કરે છે.
