આઈપીએલમાં ભારતીય ખેલાડીને વર્કલોડ મેનેજમેન્ટ માટે સૂચના નહીં અપાય

Spread the love

ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફે એનસીએને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓના ફિટનેસ અપડેટ્સ આપવા પડશે

નવી દિલ્હી

આ વખતે ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન  અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી થવાની તૈયારી છે. જેમાં 20 ટીમો ભાગ લેશે. ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દેવાયું છે. ભારતીય ટીમે છેલ્લે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યાર બાદથી ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપના આ ખિતાબથી દૂર છે. ગત વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. જ્યાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

https://googleads.g.doubleclick.net/pagead/ads?gdpr=0&client=ca-pub-8096200923666860&output=html&h=280&slotname=4992586231&adk=2616038896&adf=924320609&pi=t.ma~as.4992586231&w=828&fwrn=4&fwrnh=100&lmt=1707891891&rafmt=3&format=828×280&url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fsports%2Fbcci-may-send-indian-players-t20-world-cup-2024-earlier-whose-ipl-team-not-qualify&fwr=0&rpe=1&resp_fmts=1&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTUuMC4wIiwieDg2IiwiIiwiMTIxLjAuNjE2Ny4xNjEiLG51bGwsMCxudWxsLCI2NCIsW1siTm90IEEoQnJhbmQiLCI5OS4wLjAuMCJdLFsiR29vZ2xlIENocm9tZSIsIjEyMS4wLjYxNjcuMTYxIl0sWyJDaHJvbWl1bSIsIjEyMS4wLjYxNjcuMTYxIl1dLDBd&dt=1707891891535&bpp=2&bdt=4654&idt=2&shv=r20240212&mjsv=m202402120101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D05431cbb5730e783%3AT%3D1707891019%3ART%3D1707891019%3AS%3DALNI_MaaahWkTMfAW1LGEC5buAGhzE4-uA&gpic=UID%3D00000d069cf20877%3AT%3D1707891019%3ART%3D1707891019%3AS%3DALNI_MY-51qQbfczB5c44NQtN0FHioZeKw&eo_id_str=ID%3D4138d62a241fbdb0%3AT%3D1707891019%3ART%3D1707891019%3AS%3DAA-AfjaggJDTGRx8FQZ1AVALMDMQ&prev_fmts=0x0&nras=1&correlator=2230602345696&frm=20&pv=1&ga_vid=288345699.1707891693&ga_sid=1707891890&ga_hid=85293369&ga_fc=1&u_tz=330&u_his=1&u_h=1080&u_w=1920&u_ah=1032&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=324&ady=1346&biw=1903&bih=911&scr_x=0&scr_y=1729&eid=44759876%2C44759927%2C44808398%2C44795922%2C95324581%2C31081168%2C95321865%2C95324155%2C95324160&oid=2&pvsid=335874658859095&tmod=354068855&uas=3&nvt=1&ref=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1032%2C1920%2C911&vis=1&rsz=%7Co%7CoeE%7C&abl=NS&pfx=0&fu=128&bc=31&bz=1&td=1&psd=W251bGwsbnVsbCxudWxsLDNd&nt=1&ifi=14&uci=a!e&fsb=1&dtd=6 ટી20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ તેના આ વખતના અભિયાનનો આરંભ 5 જૂને આયર્લેન્ડ સામે કરશે. જ્યારે આઈપીએલ 2024 માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ પર વર્કલોડને મેનેજ કરવાની મોટી જવાબદારી હશે. એવું મનાય છે કે આઈપીએલ દરમિયાન કોઈપણ ભારતીય ખેલાડીને વર્કલોડ મેનેજમેન્ટ માટે સૂચના નહીં અપાય. 

તે અંગેનો નિર્ણય ફ્રેન્ચાઇઝી પર નિર્ભર રહેશે કારણ કે તે ભારતીય ખેલાડીઓને પૈસા ચૂકવે છે. પરંતુ ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફે એનસીએને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓના ફિટનેસ અપડેટ્સ આપવા પડશે. અહેવાલ મુજબ, બીસીસીઆઈ પહેલા એવા ખેલાડીઓને ન્યૂયોર્ક મોકલી શકે છે જેમની ટીમ આઈપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાઈ નહીં થઇ શકે. જ્યારે નોક આઉટ સ્ટેજમાં રમનાર ખેલાડીઓ ટુર્નામેન્ટ પુરી થયા બાદ ટીમ સાથે જોડાશે.

ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ એમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની ટીમ સામેલ છે. ભારતીય ટીમ 9 જૂને પાકિસ્તાન સામે  હાઈ વૉલ્ટેજ મોટી મેચ રમશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ એક-એક વખત ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે.

ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનો કાર્યક્રમ:

5 જૂન – ભારત વિ. આયર્લેન્ડ (ન્યૂયોર્કમાં રમાશે)

9 જૂન – ભારત વિ. પાકિસ્તાન (ન્યૂયોર્કમાં રમાશે)

12 જૂન – ભારત વિ. યુએસએ, (ન્યુયોર્કમાં રમાશે)

15 જૂન – ભારત વિ. કેનેડા (ફ્લોરિડામાં રમાશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *