ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેઠક અનિર્ણિત
કૈરો
અમેરિકા, ઈઝરાયલ, ઈજિપ્ત અને કતારના મંત્રણાકારો ઈજિપ્તની રાજધાની કૈરોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલી ટેન્કોએ રાફાહના પૂર્વ વિસ્તારમાં સોમવારે આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર છેલ્લાં 24 કલાકમાં 133 થી વધુ પેલેસ્ટિની નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેઠક યોજાઈ હતી. આ મંત્રણામાં અમેરિકા, ઈજિપ્ત, ઈઝરાયલ અને કતારના વરિષ્ઠ અધિકારીઓએ બંધકોની મુક્તિ, કાયમી યુદ્ધવિરામ અંગે ત્રણ તબક્કાની રૂપરેખા તૈયાર કરવા મંત્રણા યોજી હતી.
આ બેઠકમાં ઈઝરાયલની ગુપ્તચર એજન્સીના વડા ડેવિડ બર્ની પણ હાજર રહ્યા હતા પરંતુ તેમ છતાં આ મંત્રણામાં કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. ઈઝરાયલના ટોચના જર્નલનું પણ કહેવું છે કે તેમનું સૈન્ય ઉત્તર ગાઝાના નિવાસીઓને ત્યાં સુધી તેમના ઘરોમાં પાછા ફરવાની પરવાનગી નહીં આપે જ્યાં સુધી આ ક્ષેત્ર આતંકીઓથી સંપૂર્ણપણે મુક્ત ન થઇ જાય.