Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

સપ્તાહમાં ચાર પોર્ટલ લોન્ચ થશે, સરકારી વીડિયો-માહિતી શેર કરાશે

Spread the love

એક રીતે આ સરકારનું અખબાર જ હશે, આ એક એવું પોર્ટલ હશે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વિકારશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે

નવી દિલ્હી

સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમય-સમય પર સરકાર અનેક નવી વેબસાઈટ અને પોર્ટલ લાવી રહી છે. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે મંત્રાલય દ્વારા આ અઠવાડિયે 4 ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. તેના પર સરકાર દ્વારા તૈયાર થતાં વીડિયો અને માહિતી શેર કરવામાં આવશે.

આ પહેલી વખત નથી જ્યારે સરકાર દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યું હોય. સાયબર ક્રાઈમ રોકવાથી લઈને માહિતી શેર કરવા સુધી સતત ભારત સરકાર દ્વારા નવા પગલા ભરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હવે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. તેના દ્વારા જનતાને પણ સરકારની પોલિસી અંગે સ્પષ્ટતા મળશે. આ પોર્ટલ પર યુટ્યુબની જેમ જ વીડિયો અપલોડ કરવામાં આવશે અને કોઈ પણ યૂઝર આ પોર્ટલ પર જઈને જોઈ શકશે.

એક રીતે આ સરકારનું અખબાર જ હશે. આ ઉપરાંત આ એક એવું પોર્ટલ છે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વીકાર કરવામાં આવશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે. તેના લોન્ચિંગને લઈને ઘણી માહિતી સામે આવી ચૂકી છે. હવે તેને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા લાઈવ કરવામાં આવશે એટલે કે તેની સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે.

નેશનલ વીડિયો ગેટવે ઓફ ભારત પર તમને તમામ પ્રકારના વીડિયો મળશે. સરકાર દ્વારા ક્રિએટ થતાં વીડિયોને તેના પર લાઈવ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સરકારનું આ મોટું પ્લેટફોર્મ છે. હાલમાં તેના પર લગભગ 2,500 વીડિયો છે જે સરકાર તરફથી માહિતી આપવાના હેતુથી ક્રિએટ કરવામાં આવ્યા છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *