વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપનીએ આ રસી માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી
નવી દિલ્હી
વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેક્સિન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી છે.
સીરમ સંસ્થા કોરોનાની કોવિશિલ્ડ રસી બનાવે છે. માંગના અભાવને કારણે હવે કોરોનાવિરોધી વેક્સિનનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે. કંપની હવે મેલેરિયાની રસી બનાવવા માટે તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરશે.
પૂનાવાલાએ કહ્યું કે, જો ભવિષ્યમાં ક્યારેય મહામારી ફેલાય તો સમગ્ર ભારતમાં માત્ર ત્રણથી ચાર મહિનામાં જ રસીકરણ થઈ શકશે. તેમણે કહ્યું કે સીરમમાં મેલેરિયાની રસીના 10 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે. જો માંગ વધે તો તેમાં વધુ વધારો કરી શકાશે.
દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાનો શિકાર બને છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે મેલેરિયાની રસી અંગે ટેક્નોલોજી ટ્રાન્સફર ડીલને બદલે રસીની નિકાસ પર ભાર આપવામાં આવશે. ડેન્ગ્યુની રસીનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.