નેતન્યાહૂનો અભિગમ ઈઝરાયેલને નુકશાન પહોંચાડે છેઃ બાઈડન

Spread the love

નેતન્યાહુએ તેનો જવાબ આપતાં જો બાઈડનના નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે તેનો અર્થ એ છે કે હું મારી અંગત નીતિઓ લાગુ કરી રહ્યો છું

વોશિંગ્ટન

ગાઝામાં ઈઝરાયેલના હુમલાને લઈને હવે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે મતભેદો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે બેન્ઝામિન નેતન્યાહૂનો અભિગમ ઇઝરાયલને મદદ નહીં પરંતુ વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે. હવે નેતન્યાહુએ તેનો જવાબ આપતાં જો બાઈડનના નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે તેનો અર્થ એ છે કે હું મારી અંગત નીતિઓ લાગુ કરી રહ્યો છું, લોકોની ઇચ્છા પર હું ધ્યાન નથી આપી રહ્યો એમ ને!  આ મામલે તે સંપૂર્ણપણે ખોટા છે. ઉલ્લેખનીય છે કે જો બાઈડને એમ પણ કહ્યું હતું કે નેતન્યાહુએ ગાઝામાં માર્યા ગયેલા નિર્દોષો પર પણ ધ્યાન આપવું જોઈએ.

ગાઝામાં લગભગ 5 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ હવે નેતન્યાહુ પ્રત્યેની બાઈડનની હતાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને સેંકડો લોકોને બંધક બનાવ્યા હતા. નેતન્યાહુ હજુ સુધી પોતાના તમામ બંધકોને મુક્ત કરવામાં સફળ થયા નથી. આ અંગે ઈઝરાયેલમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ઇઝરાયેલમાં મિડટર્મ ચૂંટણીની માંગ પણ થવા લાગી છે.

નેતન્યાહૂ દાવો કરે છે કે તેમની નીતિઓને જાહેર સમર્થન છે. જનતાની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ગાઝામાં હમાસના આતંકવાદીઓના બાકી જૂથને ખતમ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, એકવાર હમાસને ખતમ કરી દેવાયા બાદ ગાઝાને પેલેસ્ટિનિયન પ્રશાસનને સોંપવામાં આવશે જે બાળકોને આતંકવાદીઓ વિશે પણ જણાવશે અને આતંકવાદના પરિણામો શું છે તે શીખવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *