જિયોમાર્ટ ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગ સાધે છે

Spread the love

–  JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગમાં લોંચ એ ઝારખંડ પ્રદેશના કારીગર સમુદાયના સશક્તિકરણની દિશામાં જિયોમાર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ કદમ છે

–  આ પહેલથી ઝારખંડ પ્રદેશના 10,000 કારીગરોકારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે

–  જિયોમાર્ટ હજારો કારીગરોકારીગર વડાઓ અને વણકરોને સહાયરૂપ થઈને 3 લાખ અનોખી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે જે 10 રાજ્ય સરકાર એમ્પોરિયમ ઉપરાંત 23 રાજ્યોમાં ફેલાયેલી 90+ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે

મુંબઈ

રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ જિયોમાર્ટે દેશના કારીગર વર્ગ તથા પરંપરાગત વણકરો સહિત નાના-પાયાના વિક્રેતાઓના સશક્તિકરણ તેમજ તેઓની વૃદ્ધિને સુગમ બનાવવાની પોતાની પરિકલ્પનાને સાકાર કરવા આજે ઝારખંડના રાજ્ય સરકાર એમ્પોરિયમ, JASCOLAMPF તેમજ ઝારખંડના સરકારી સાહસ JHARCRAFT સાથે સહકાર સાધવાની ઘોષણા કરી છે. આ સંયુક્ત પહેલ એ ઝારખંડના કારીગરવર્ગના ઉત્થાન માટે પરિવર્તન લાવવાની દિશામાં પાયાના વિશાળ પથ્થર સમાન છે અને આ રીતે જિયોમાર્ટ દ્વારા તેમના ફેલાવાને રાષ્ટ્રવ્યાપી બનાવાશે.

આ સહકાર દ્વારા ગુમલા, સરાઈકેલા અને પલામાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરોના અસંખ્ય કારીગરોને જિયોમાર્ટ માર્કેટપ્લેસ દ્વારા યોગ્ય મંચ પૂરો પડાશે. હવે, આ કારીગરોને તેમની હસ્તકલાની બેનમૂન કૃતિઓને દર્શાવવાની ક્ષમતાની પ્રાપ્તિની સાથે દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા તેમજ તેમના વ્યાપારને વિસ્તારવા માટે આ પ્લેટફોર્મ દ્વારા ઓફર કરાતી સુવિધા પણ પ્રાપ્ત થશે.

ઝારખંડની રાજ્ય સરકારના એમ્પોરિયમ, JASCOLAMPFને હવે આરંભિક સમયે પડતી મુશ્કેલીઓને નિવારતો એક મંચ પ્રાપ્ત થશે, કે જે ગ્રાહકો સમક્ષ ઉડીને આંખે વળગે તેવી પ્રોડક્ટ્સને દર્શાવે અને સાથે સમર્પિત માર્કેટિંગ સહાયતા પણ પૂરી પાડે. આ સહકાર થકી, જિયોમાર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની ચીજો, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપ્લિક કારીગરી, ઝરદોશી વર્ક, તેસાર હાથવણાટની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટીચ ડ્રેસ મટિરિયલ્સ, હસ્તકલાની બેગ, ચાદરો, ચિત્રો અને ગૃહ સુશોભનની ચીજો તથા હસ્તનિર્મિત માનવ કલાની અન્ય ઘણી વેરાઈટી જેવી GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ શોધવા તથા ખરીદવાની તક પ્રાપ્ત થશે.

આનાથી સ્વદેશી કલાકારીગરી સાથે નિકટતાનો નાતો રચવા ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને સાર્થક પણ કરી શકાશે, કે જે ભારતના વડાપ્રધાનની પરિકલ્પના, આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરે છે.

આ પ્રસંગે ઝારખંડ સ્ટેટ કો-ઓપરેટિવ લાખ માર્કેટિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ ફેડરેશન લિ.ના (JASCOLAMPFમેનેજિંગ ડાયરેક્ટર રાકેશકુમાર સિંઘે જણાવ્યું હતું કે, ઝારખંડના આ કલાકારોહસ્તકળાના વણકરો તથા કારીગરો પાસે પેઢી દર પેઢી પ્રાપ્ત થયેલા કૌશલ્યનો અમૂલ્ય વારસો છે જે આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર પ્રસ્તુત કરે છે. તેમની સાથે સહકાર સાધવો એ ઝારખંડની રંગબેરંગી કલા-કારીગરી તેમજ અનંતકાલીન પરંપરાઓમાં ગરકાવ થઈ જવાની તકનું વચન આપે છે. આ જોડાણથી સ્થાનિક કારીગરો અને વણકરોને પ્રોત્સાહન તો મળશે જસાથે-સાથે તેનાથી સમય જતાં ઝારખંડમાં અન્ય MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસ) ઉત્પાદકોને પણ પોતાના લાભો પૂરા પાડશે. જ્ઞાન અને તકોની વહેંચણી દ્વારા, આ જોડાણ વૃદ્ધિ, નવતર પ્રયાસોનું ચાલકબળ બનશે, અને ઝારખંડની ઓળખ સમાન કલાકારીગરીની પણ ઊંડી પ્રશંસા થશે.

ઝારખંડ સિલ્ક ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના (JHARCRAFT) ડેપ્યૂટી જનરલ મેનેજર, અશ્વિની સહાયે જણાવ્યું હતું કે, ઘરઆંગણાની પ્રોડક્ટ્સની ખાસ જરૂરિયાતોને સમજે તેવા જિયોમાર્ટ જેવા સ્વદેશી પ્લેટફોર્મને લોંચ કરવાનો અમને આનંદ છે. અમારા માટેઆ લોંચ ઝારખંડના તમામ વૈવિધ્યપૂર્ણ કલા સ્વરૂપો વડે જિયોમાર્ટ બજારસ્થળને સમૃદ્ધ બનાવવાની અમારી વચનબદ્ધતાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છેઅને આ રીતે કારીગરોને લાભ થશે અને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જળવાઈ રહેશે.

જિયોમાર્ટની 2022માં સ્થાપના થઈ ત્યારથી તેણે રાષ્ટ્રભરના 20 હજારથી વધુ કારીગરો અને વણકરોનું સશક્તિકરણ કર્યું છે. સરકારી સંસ્થાઓ જેવી કે (અત્યારસુધી જોડાનારા એમ્પોરિયમના નામો) સાથે ભાગીદારી સાધીને, તે કારીગર સમુદાયની સમૃદ્ધિને વેગવાન બનાવવા તેમજ ડિજિટલ ખાઈને પૂરવાનું જારી રાખે છે. તદુપરાંત તેની પહેલ, ક્રાફ્ટ મેલા અને બીજી ઘણી થકી સ્થાનિક કલાઓને સમર્થન આપવાની તેની વચનબદ્ધતા વધુ મજબૂત બની છે.

Total Visiters :228 Total: 1499953

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *