અમદાવાદ
અમદાવાદની રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા ટોડી, મધ્ય પૂર્વમાં સ્થિત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (ISF – બહેરીનમાં શોટ પુટ અને જેવલિન થ્રોની ટ્રેક અને ફિલ્ડ/એથ્લેટિક ઇવેન્ટ્સમાં ભાગ લેનારી સૌથી નાની ભારતીય છોકરી બની હતી. વિશ્વભરના 60+ દેશોમાંથી 5400 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
અનિકા 15 વર્ષની છે અને તેના તમામ સ્પર્ધકો 18 વર્ષ સુધીના હતા. તેણે તેની વય શ્રેણીમાં ભાલા ફેંકમાં ટોચના 8 અને શોટપુટમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું હતું.