હાઉસિંગના ભવિષ્યનું નિર્માણઃ આઈજીબીસી વડોદરા ટકાઉ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પરની ચર્ચામાં અગ્રેસર રહે છે

Spread the love

વડોદરા 

ક્રેડાઇ ગુજરાત સાથેના સહયોગમાં આઈજીબીસી વડોદરા ચેપ્ટરે “Enhancing Sustainable and Green Practices in Residential Development” અંગે સફળતાપૂર્વક એક સેશન યોજ્યું હતું. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, પોલિસીમેકર્સ અને સસ્ટેનેબિલિટી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતના રેસિડેન્શિયલ સેક્ટરને આકાર આપવામાં ગ્રીન પ્રેક્ટિસીસની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

વધુ હરિયાળા અને તંદુરસ્ત ભારતના નિર્માણના વિઝન સાથે આઈજીબીસી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર રહ્યું છે. છેલ્લા બે દાયકામાં આઈજીબીસીએ 12.8 અબજ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા 14,680થી વધુ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ઉત્પ્રેરિત કર્યા છે અને ભારતને ગ્રીન બિલ્ડિંગ ડેવલપમેન્ટમાં વિશ્વભરમાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન અપાવ્યું છે.

આઈજીબીસી વડોદરા ચેપ્ટરના ચેરપર્સન નીતુ જૈને જણાવ્યું હતું કે “આઈજીબીસી વડોદરા ખાતે અમારું મિશન સૌના માટે ગ્રીન લિવિંગને સુલભ તથા કિફાયતી બનાવવાનું છે. ટકાઉ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ દરેક નાગરિક માટે જરૂરિયાત બની ગયું છે. આ સેશને દર્શાવ્યું હતું કે વડોદરા કેવી રીતે એક ઉદાહરણ બેસાડી શકે છે અને માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર હોય તેવા જ નહીં પરંતુ રહીશો માટે ગુણવત્તાસભર જીવનને વધારે તેવા ઘરો બનાવવા માટે ગ્રીન ટેક્નોલોજીસને ઇન્ટિગ્રેટ કરી શકે છે.”

આ સેશનમાં ટકાઉપણાને આગળ વધારવા માટે રેસિડેન્શિયલ સેક્ટરની મહત્વની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરીકરણ વધી રહ્યું છે અને વસ્તી વધી રહી છે ત્યારે સસ્ટેનેબલ હાઉસિંગ માટે નવીનતમ અભિગમો માટેની જરૂરિયાત પહેલા કરતા હવે ઘણી વધી ગઈ છે.

ક્રેડાઇ વડોદરાના પ્રમુખ ધ્રુમિલ પટેલે ઉમેર્યું હતું કે “રિયલ એસ્ટેટ ઉદ્યોગ ટકાઉ વિકાસમાં યોગદાન આપવા માટે અનોખી જવાબદારી ધરાવે છે અને ક્રેડાઇ વડોદરા આ વિઝન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ સેશનમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ગ્રીન પ્રેક્ટિસીસના મહત્વ પર પુનઃભાર મૂકવામાં આવ્યો હતો અને અમે વડોદરામાં આગામી ડેવલપમેન્ટ્સમાં આ સોલ્યુશન્સનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા શહેર માટે વધુ સારા અને વધુ ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરીએ છીએ.”

સેશનની મુખ્ય બાબતોઃ

·       રસપ્રદ ચર્ચાઓઃ અગ્રણી વિચારકોએ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ગ્રીન પ્રેક્ટિસીસને સંકલિત કરવાના મહત્વ અંગે તથા સેક્ટરમાં રહેલા પડકારો તથા તકો અંગે ચર્ચા કરી હતી.

·       કેસ સ્ટડીઝ અને બેસ્ટ પ્રેક્ટિસીસઃ ઉપસ્થિત લોકોએ વાસ્તવિક વિશ્વની પ્રેરણા અને વ્યવહારુ આંતરદ્રષ્ટિ પૂરા પાડતા ટકાઉ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ્સના સફળ ઉદાહરણો જાણ્યા હતા.

·       ઊભરતા ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજીસઃ નિષ્ણાંતોએ ઊર્જા સક્ષમ બિલ્ડિંગ મટિરિયલ્સ, સ્માર્ટ હોમ સોલ્યુશન્સ અને રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશન સહિત આધુનિક ઇનોવેશન્સ રજૂ કર્યા હતા.

આઈજીબીસી વડોદરા ચેપ્ટરના કો-ચેરપર્સન શ્રેયા દલવાડીએ સમાપન કરતા જણાવ્યું હતું કે “વડોદરા ગ્રીન ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યું છે અને રેસિડેન્શિયલ સેક્ટર આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટકાઉ પ્રેક્ટિસીસ અપનાવીને અમે અમારી એન્વાયર્મેન્ટ ફૂટપ્રિન્ટ ઘટાડી રહ્યા છીએ અને વધુ તંદુરસ્ત, વધુ સ્થિતિસ્થાપક સમુદાયોનું નિર્માણ કરી રહ્યા છીએ. અમે આ પરિવર્તન લાવવા માટે ક્રેડાઇ વડોદરા સાથે સહયોગ કરતા ગર્વ અનુભવીએ છીએ અને અમારા શહેરને વધુ હરિયાળુ બનાવવા માટે સતત ભાગીદારી માટે આતુર છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *