- નિસાન એકેડમી સમગ્ર ભારતના ગ્રાહકોનો અનુભવ વધારવા માટે ડિલરશીપ ટીમની કુશળતાઓમાં વધારો કરશે
- આફ્ટર સેલ્સ અનુભવ વધારવા માટે દર વર્ષે 1,000થી વધુ ટેક્નિશિયન્સની કુશળતામાં વધારો કરાશે
ચેન્નાઈ
નિસાન મોટર ઈન્ડિયા (એનએમઆઈપીએલ) એ ચેન્નાઈમાં અલાયન્સ જેવી પ્લાન્ટ ખાતે આવેલા તેના સૌપ્રથમ અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર – નિસાન એકેડમીના લોન્ચની જાહેરાત કરી છે. આ એકેડમી સમગ્ર ભારતમાં નિસાનની ડિલરશીપ અને સર્વિસ સ્ટાફ નેટવર્કની કુશળતાઓ અને ક્ષમતાઓમાં વધારો કરશે અને ગ્રાહકોને અદ્વિતીય અનુભવ પૂરો પાડવાની નિસાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. ફ્રેન્ક ટોરેસ, ડીવીપી એમિયો અને પ્રેસિડેન્ટ, નિસાન ઈન્ડિયા ઓપરેશન્સ દ્વારા ઉદ્ઘાટન કરાયેલી આ 10,500 ચોરસ ફૂટ ટ્રેનિંગ ફેસિલિટી તમામ નિસાન મોટર ઈન્ડિયા ડિલરશીપ ટીમ માટે સેલ્સ, ટેક્નિકલ મેઇન્ટેનન્સ અને બોડી શોપ સર્વિસીઝ માટે ઉચ્ચ શૈક્ષણિક અને તાલીમ અનુભવો પૂરા પાડવા માટે તૈયાર કરવામાં આવી છે.
નિસાન એકેડમી વ્હીકલ રિપેર, ડાયગ્નોસ્ટિક અને એકંદરે ઓવરહોલિંગમાં પ્રત્યક્ષ તાલીમ માટે એડવાન્સ્ડ મિકેનિકલ વર્કશોપ ધરાવે છે. આ ઉપરાંત તે અપગ્રેડેડ ઇક્વિપમેન્ટ અને રિસોર્સીસ સાથે સજ્જ અત્યાધુનિક બોડી શોપ ધરાવે છે જે વિવિધ શ્રેણીના રિપેર અને મેઇન્ટેનન્સ ટેક્નિક્સમાં તાલીમ પૂરી પાડે છે. આ પહેલ નિસાનની ડિલરશીપ ટીમોને પ્રેક્ટિકલ, ઉચ્ચ-ગુણવત્તાવાળી તાલીમ પૂરી પાડશે જેનું લક્ષ્ય નિસાનના સમગ્ર ભારતના નેટવર્કમાં ગ્રાહક સેવા ઉત્કૃષ્ટતા વધારવાનો છે. આ એકેડમીમાં દર વર્ષે 1,000થી વધુ ટેક્નિશિયન્સને તાલીમ આપી શકાય છે જે તેના ડિલરશીપ નેટવર્કને વિસ્તારવા અને મજબૂત બનાવવામાં નિસાનની પ્રતિબદ્ધતાનો મુખ્ય ભાગ છે તથા સમગ્ર ભારતમાં ઉચ્ચ ધોરણોની સર્વિસ સુનિશ્ચિત કરે છે.
ભારતીય બજાર પ્રત્યે નિસાનની અડગ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અને તેના ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે,કંપનીએ તાજેતરમાં ‘વન કાર,વન વર્લ્ડ’ ફિલસૂફીને મૂર્ત સ્વરૂપ આપતાં ન્યૂ નિસાન મેગ્નાઈટના લોન્ચ સાથે તેની પ્રોડક્ટ લાઇનઅપને વિસ્તારી છે.