સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું નવું ગ્લોબલ વેલ્થ કેમ્પેઇન  “Now’s your time for wealth” ભારતમાં લોન્ચ કરાયું

Spread the love

મુંબઈ

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે (“the Bank”) ભારતમાં તેનું લેટેસ્ટ ગ્લોબલ વેલ્થ કેમ્પેઇન આજે લોન્ચ કર્યું હતું. ‘Now’s your time for wealth’ ટાઇટલ હેઠળનું આ ગ્લોબલ કેમ્પેઇન હોંગ કોંગ અને સિંગાપોરના પબ્લિસિસ ગ્રુપ સાથેની ભાગીદારીમાં તૈયાર કરવામાં આવ્યું છે જે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્લોબલ નેટવર્ક, નિપુણતા અને અદ્વિતીય વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સને રજૂ કરે છે. ભારતમાં આ કેમ્પેઇન ગ્લોબલ ઈન્ડિયન્સ સહિત વધી રહેલા ધનવાન અને સંપન્ન વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

ગ્લોબલ વેલ્થ કેમ્પેઇન ધનવાન અને સંપન્ન વર્ગ તરફ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈન્ડિયાના ધ્યાન સાથે સંકલિત છે.

ઇન્ટરનેશનલ વેલ્થ મેનેજર તરીકે આ માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ તેના અફ્લુઅન્ટ બિઝનેસને વધારવાની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે 2029 સુધીમાં સંપન્ન નેટ ન્યૂ મનીમાં 200 અબજ યુએસ ડોલર તથા ડબલ ડિજિટ સીએજીઆર વેલ્થ સોલ્યુશન ઇન્કમને લક્ષ્ય બનાવે છે.

આ કેમ્પેઇન એક સ્પષ્ટ સંદેશ રજૂ કરે છેઃ રાહ જોવાનો મતલબ છે વ્યક્તિએ સંપત્તિની મહત્વાકાંક્ષાઓથી હાથ ધોઇ દેવા. આ કેમ્પેઇન વિશ્વભરમાં વસતા ભારતીયો, વિશ્વભરના ચાઇનીઝ લોકો, ઉદ્યોગસાહસિકો અને સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ જેવા સંપન્ન ક્લાયન્ટ્સને પોતાની સંપત્તિ વધારવા, તેની સુરક્ષા કરવા તથા તેને આગળ લઈ જવા માટે ટેકો આપે તેવા વેલ્થ સોલ્યુશન્સમાં નિપુણતા, ક્લાયન્ટ કન્ટિનમ, ગ્લોબલ નેટવર્ક જેવી બેંકને બધાથી અલગ તારવતી ખાસિયતો તથા ક્ષમતાઓ રજૂ કરે છે.

ગ્લોબલ વેલ્થ કેમ્પેઇન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની ડેટા-સંચાલિત અને પર્સનલાઇઝ્ડ કેમ્પેઇન ચલાવવાની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે, જેથી વધુ સર્વગ્રાહી ક્લાયન્ટ એન્ગેજમેન્ટનો અભિગમ અપનાવવામાં આવે, જે ઇન્ટરનેશનલ વેલ્થ મેનેજર તરીકે બેંકની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ કેમ્પેઇન સમગ્ર એરપોર્ટ અને ઇન-સિટી સાઇટ્સ, પ્રિન્ટ એડવર્ટાઇઝિંગ, ફિલ્મ અને સાત મુખ્ય બજારો ભારત, સિંગાપોર, હોંગ કોંગ, મેઇનલેન્ડ ચાઇના, કોરિયા, તાઇવાન અને યુએઇમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક મીડિયા સાથે કન્ટેન્ટ પાર્ટનરશિપના મિશ્રણમાં દર્શાવવામાં આવશે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ વેલ્થ એન્ડ રિટેલ બેંકિંગ, ભારત અને દક્ષિણ એશિયા, આદિત્ય મંડલોઇએ જણાવ્યું હતું કે, “ભારત બેંક માટે એક મુખ્ય બજાર છે અને આ કેમ્પેઇન ઇન્ટરનેશનલ વેલ્થ અને બેંકિંગ સોલ્યુશન્સનો વ્યાપક સંપુટ પૂરો પાડીને સમૃદ્ધ લોકોના સેગમેન્ટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તે વૈશ્વિક આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને અનુસરીને ભારતની ગ્રોથ સ્ટોરીને મૂર્ત સ્વરૂપ આપતા અમારા મુખ્ય ગ્રાહકો એટલે કે ‘ગ્લોબલ ઈન્ડિયન્સ’ની સાથે પડઘો પાડે છે. અમારી ગહન બજાર નિપુણતા અને વ્યાપક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ તેમની વેલ્થ મેનેજમેન્ટ સફરમાં તેમને ટેકો આપવા માટે અનન્ય સ્થિતિ ધરાવે છે.”

વેલ્થ અને રિટેલ બેંકિંગના માર્કેટિંગના ગ્લોબલ હેડ હેમન્સ ફંગે જણાવ્યું હતું કે, “અમારા કેમ્પેઇનની ઉત્પત્તિ અમારા ગ્રાહકો અને તેમની વેલ્થ અંગેની હાલની તથા ભવિષ્યની મહત્વાકાંક્ષાઓથી પ્રેરિત છે. અમે વેલ્થ પ્લાનિંગના અર્થને ગૂઢ રીતે બોલવાના ધોરણોથી દૂર રહેવા માગીએ છીએ અને તેના બદલે એક તાજગીપૂર્ણ માનવીય અને પ્રત્યક્ષ વાત રજૂ કરવા માંગીએ છીએ જે અમારા ક્લાયન્ટની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓની વાસ્તવિકતા સાથે મેળ ખાય છે. અમે અમારા નેટવર્ક પર અમારા “Now’s your time for wealth” કેમ્પેઇનને રજૂ કરતા અને ક્રિએટિવ્સની શક્તિ દ્વારા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની વાર્તા રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *