મુંબઈ
મ્યુઝિક એ કમ્યૂનિકેશન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ જનરેટેડ એન્થમ લોન્ચ કરી છે. ગ્રાહક સાથેના જોડાણમાં ક્રાંતિ લાવવા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધુ પ્રસ્તુત અને ઇમર્સિ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર રહે છે.
ભારતના ઇન્શ્યોરન્સ ક્ષેત્રે પહેલી વખત એઆઈ જનરેટેડ સોંગનો પાવરફુલ સ્ટોરીટેલિંગ ટૂલ તરીકે ઉપયોગ થયો છે જે સુનિશ્ચિત કરે છે કે ટ્રાવેલ પ્રોટેક્શનને કેવળ સમજવામાં નથી આવ્યું પરંતુ તેને યાદ પણ રાખવામાં આવ્યું છે. આ એન્થમ 31 માર્ચ સુધી રેડિયોવન પર દરરોજ ચાર વખત પ્રસારિત થશે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સોશિયલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ રહેશે જે ભારતીય પ્રવાસીઓમાં તેની પહોંચને વધારશે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને સીએસઆર હેડ સુશ્રી શીના કપૂરે જણાવ્યું હતું કે “ઇન્શ્યોરન્સ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં અમે ટેકનોલોજી આધારિત નવીનતાઓ સાથે આ પરિવર્તનને અગ્રેસર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતનું પ્રથમ એઆઈ-જનરેટેડ ગીત લોન્ચ કરવું એ માત્ર એક સર્જનાત્મક પગલું નથી, પરંતુ ઇન્શ્યોરન્સને આધુનિક પ્રવાસીઓ માટે વધુ ઇમર્સિવ, પ્રસ્તુત અને આકર્ષક બનાવવા માટેનું મજબૂત પગલું છે. પરંપરાગત રીતે ઇન્શ્યોરન્સને અનુભવને બદલે જરૂરિયાત તરીકે જોવામાં આવતો હતો. આ પહેલ સાથે અમે અમારા ગ્રાહકો સાથે ઊંડા ભાવનાત્મક જોડાણો બનાવવા માટે ટેક્નોલોજી, સંગીત અને વાર્તા કહેવાના મિશ્રણ દ્વારા તે ધારણાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. TripSecure+ એ માત્ર એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન કરતાં વધુ છે. તે એક ખાતરી છે કે તમે ગમે ત્યાં જાઓ, અમે તમને કવરેજ પૂરું પાડીશું. એઆઈ અને ડિજિટલ જોડાણ દ્વારા, અમે ગ્રાહકની મુસાફરીમાં ઇન્શ્યોરન્સ કેવી રીતે એકીકૃત થાય છે તેની સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીએ છીએ.”
TripSecure+ સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં નવા યુગમાં અગ્રેસર
TripSecure+ એ એઆઈ-સંચાલિત, અનુકૂલનશીલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે, જે આજના પ્રવાસીઓ માટે અજોડ સુગમતા પ્રદાન કરે છે. ભલે આલ્પ્સમાં સ્કીઇંગ કરવું હોય, દૂરના પ્રદેશોમાં ટ્રેકિંગ કરવું હોય અથવા નવા આંતરરાષ્ટ્રીય સ્થળોની ખોજ કરવી હોય, TripSecure+ વ્યાપક અને વ્યક્તિગત સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને વાસ્તવિક સમયમાં મુસાફરીના બદલાતા જોખમોનો ઉકેલ રજૂ કરે છે.
પ્લાનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
· વિઝા રિજેક્શન પ્રોટેક્શન: જો રિજેક્ટને કારણે ટ્રિપ રદ કરવામાં આવે તો વિઝા ફી રિફંડ કરે છે.
· એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ: એડવેન્ચર એક્ટિવિટીઝ દરમિયાન ઇજાઓ માટે મેડિકલ ખર્ચ આવરી લે છે.
· કાર રેન્ટલ પ્રોટેક્શન: રેન્ટલ કારના નુકસાન અથવા ચોરીથી નાણાંકીય નુકસાન સામે રક્ષણ.
· પહેલેથી રહેલી પરિસ્થિતિનું કવરેજ: તે ખાતરી કરે છે કે જીવલેણ તબીબી કટોકટી આવરી લેવામાં આવે છે જેનાથી પ્રવાસીઓને માનસિક શાંતિ મળે છે. આ કેમ્પેઇન ટ્રાવેલ ઇન્સ્યોરન્સની ધારણાને પુનઃઆકાર આપે છે
એઆઈ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ સાથે ક્રાંતિકારી ટ્રાવેલ પ્રોટેક્શન
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એઆઈ-સંચાલિત નવીનતાઓને એકીકૃત કરીને ઇન્શ્યોરન્સમાં ડિજિટલ પરિવર્તનનું નેતૃત્વ કરી રહી છે જે ગ્રાહક અનુભવોને સરળ અને વ્યક્તિગત કરે છે. TripSecure+ ના લોન્ચની સાથે કંપનીનું નવીનતમ કેમ્પેઇન ઇટાલીની સફર માટે તૈયાર થઈ રહેલ સંબંધિત કુટુંબને દર્શાવે છે. આકર્ષક વાર્તા કહેવા દ્વારા, આ કેમ્પેઇન સામાન્ય મુસાફરીની ચિંતાઓ રજૂ કરે છે જેમ કે વિઝાની અનિશ્ચિતતાઓથી લઈને તબીબી કટોકટીઓ સુધીઅને દર્શાવે છે કે કેવી રીતે TripSecure+ પ્રવાસના મજબૂત સાથી બની રહે છે. તે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પડકાર હોય, ‘ટ્રાવેલ પાર્ટનર હૈ ના!’ એઆઈ-સંચાલિત સોલ્યુશન્સ સાથે, પ્રવાસીઓ આત્મવિશ્વાસ સાથે તેમની મુસાફરી શરૂ કરી શકે છે, એ જાણીને કે તેમની પાસે દરેક પગલે વિશ્વસનીય સલામતીનું સાધન છે.
ભારતીય ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં સૌપ્રથમવાર એઆઈ-જનરેટેડ ગીત લોંચ કરીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આધુનિક પ્રવાસીઓ માટે ઇન્શ્યોરન્સને આકર્ષક, યાદગાર અને સુલભ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ લઈને, એક ઈનોવેટર તરીકે તેની સ્થિતિને મજબૂત કરે છે.