આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નાણાંકીય વર્ષ 2025 માટેનો ચોખ્ખો નફો 31 ટકા વધીને રૂ. 2,500 કરોડ થયો

Spread the love

31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ અને ત્રિમાસિક ગાળા માટેની કામગીરી

1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સ ઇરડા દ્વારા ફરજિયાત બનાવાયા મુજબ 1/n  આધારે ગણાવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી અગાઉના વર્ષો સાથે સરખાવી શકાય તેમ નથી

·        કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024માં રૂ. 247.76 મિલિયનની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025માં રૂ. 268.33 અબજ રહી હતી જે 8.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે જે 6.2 ટકાની ઉદ્યોગની વૃદ્ધિ કરતાં વધુ હતી. 1/n એકાઉન્ટિંગ નિયમોની અસરને બાદ કરતાં કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2025 માટે 11 ટકા વધી હતી જે 8.6 ટકાની ઉદ્યોગની વૃદ્ધિ કરતાં વધુ હતી.

o   કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.11 અબજ હતી જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 60.73 અબજ કરતાં 2.3 ટકા વધુ હતી જેની સામે ઉદ્યોગનો વૃદ્ધિ દર 1.7 ટકા હતો.

·        નાણાંકીય વર્ષ 2024 માટે કમ્બાઇન્ડ રેશિયો 103.3 ટકા હતો જેની સામે નાણાંકીય વર્ષ 2025માં તે 102.8 ટકા રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2025માં રૂ. 0.94 અબજ અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1.37 અબજની સીએટી નુકસાનની અસરને બાદ કરતાં કમ્બાઇન્ડ રેશિયો અનુક્રમે 102.4 ટકા અને 102.5 ટકા રહ્યો હતો.

o   નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કમ્બાઇન્ડ રેશિયો 102.3 ટકા હતો જેની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં તે 102.5 ટકા હતો.

·        નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પૂર્વેનો નફો (પીબીટી) રૂ. 25.55 અબજ હતો જેની સામે નાણાંકીય વર્ષ 2025માં તે 30 ટકા વધીને રૂ. 33.21 અબજ રહ્યો હતો.

o   નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં પીબીટી રૂ. 6.98 અબજથી 4.2 ટકા ઘટીને નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 6.68 અબજ રહ્યો હતો.

o   નાણાંકીય વર્ષ 2024માં કેપિટલ ગેઇન રૂ. 5.51 અબજ હતો જેની સામે નાણાંકીય વર્ષ 2025માં તે રૂ. 8.02 અબજ રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કેપિટલ ગેઇન રૂ. 1.56 અબજથી ઘટીને નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 0.06 અબજ રહ્યો હતો.

·        નાણાંકીય વર્ષ 2024માં ચોખ્ખો નફો (પીએટી) રૂ. 19.19 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025માં 30.7 ટકા વધીને રૂ. 25.08 અબજ રહ્યો હતો.

o   નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 5.19 અબજથી 1.9 ટકા ઘટીને નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.10 અબજ રહ્યો હતો.

·        કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 7ના અંતિમ ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે. પેમેન્ટ કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. નાણાંકીય વર્ષ 2025 માટે પ્રસ્તાવિત અંતિમ ડિવિડન્ડ સહિત એકંદર ડિવિડન્ડ પ્રતિ શેર રૂ. 12.50 છે.

·        નાણાંકીય વર્ષ 2024માં રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઈ) 17.2 ટકાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025માં 19.1 ટકા હતું.

o   નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં આરઓએઈ 17.8 ટકાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં 14.5 ટકા રહ્યું હતું.

·        31 માર્ચ, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.36 ગણો હતો જે 31 માર્ચ, 2025ના રોજ 2.69 ગણો હતો અને 1.50 ગણાની લઘુતમ નિયમનકારી જરૂરિયાતથી વધુ હતો. 31 માર્ચ, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.62 ગણો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *