· યોગ, દરરોજ ચાલવું અને સંતુલિત આહાર માનસિક અને શારીરિક આરોગ્યને સુધારવા માટેની ટોચની પસંદગી બની
· 10માંથી 9 ભારતીયો તેમની સુખાકારીની સફરના ભાગરૂપે યોગ અંગે વિચારે અથવા દરરોજ યોગ કરે છે
· નિયમિત યોગની પ્રેક્ટિસમાં મિલેનિયલ્સ સૌથી આગળ (74 ટકા), ત્યારબાદ જેન એક્સ (70 ટકા)
મુંબઈ
વિશ્વ યોગ દિવસ 2025 મનાવતા દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં સુખાકારી અંગે ભારતનો બદલાતો અભિગમ અને શારીરિક તથા માનસિક આરોગ્યમાં યોગની વધી રહેલી ભૂમિકા દર્શાવવામાં આવી છે. મેટ્રો અને નોન મેટ્રો શહેરો સહિત દેશભરમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં આરોગ્યની પદ્ધતિઓ, પ્રેરણાઓ અને જાગૃતિના સ્તરનો અભ્યાસ કરાયો છે જે વ્યાપક ખ્યાલ રજૂ કરે છે કે ભારતીયો કેવી રીતે સુખાકારીને તેમના રોજબરોજના જીવનમાં સંકલિત કરે છે.
આ અભ્યાસમાં જણાવાયું છે કે 72 ટકા ઉત્તરદાતાઓએ છેલ્લા પાંચ વર્ષમાં હકારાત્મક જીવનશૈલી પરિવર્તનો કર્યા છે જેમાં મિલેનિયલ્સની સંખ્યા સૌથી વધુ છે. આ પરિવર્તનો માત્ર ફિટનેસ રૂટિન પૂરતા જ મર્યાદિત નથી પરંતુ તે ગહનપણે વ્યક્તિગત આરોગ્ય લક્ષ્યાંકો, પરિવારનો પ્રભાવ અને સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી હેલ્થ કન્ટેન્ટના લીધે આવ્યા છે.
બહોળા પ્રમાણમાં યોગને અપનાવવામાં આવે છે તે ભારતની વેલનેસ સ્ટોરીમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે. 90 ટકા ઉત્તરદાતાઓ કાં તો નિયમિત યોગની પ્રેક્ટિસ કરે છે અથવા કરવાનું વિચારે છે. આ પરિવર્તન વિવિધ પેઢીઓ અને વિસ્તારોમાં જોવાયું છે જે દર્શાવે છે કે આ પ્રાચીન પદ્ધતિએ હવે આધુનિક જીવનમાં, ખાસ કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવનાર લોકોમાં પણ નવેસરથી સ્થાન મેળવ્યું છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆરના હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે આજે સુખાકારી માત્ર શારીરિક ફિટનેસ પૂરતી જ મર્યાદિત નથી તે માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને પોતાની જાત સાથે જોડાવવા અંગે છે. તણાવ અને તાણ નવો રોગચાળો બની ગયો છે ત્યારે યોગ ફરીથી ન કેવળ તેનું સ્થાન જમાવી રહ્યું છે પરંતુ રોજબરોજની આવશ્યકતા પણ બની ગયું છે. વૈશ્વિક આરોગ્યમાં ભારતનું ચિરકાલિન પ્રદાન યોગ સારી રીતે જીવવા માટેનો શક્તિશાળી અને સર્વાંગી માર્ગ પ્રદાન કરે છે. અમારો લેટેસ્ટ રિપોર્ટ દર્શાવે છે કે 74 ટકા મિલેનિયલ્સ દરરોજ યોગ કરે છે જે દર્શાવે છે કે આજે જીવનના મધ્યભાગે પહોંચેલા લોકો લાંબી આવરદામાં જ નહીં પરંતુ વધતી ઉંમરમાં પણ રોકાણ કરી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે માનીએ છીએ કે નિવારાત્મક સુખાકારી એ વધુ સ્વસ્થ અને વધુ સ્થિતિસ્થાપક દેશના નિર્માણ માટે મહત્વની છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આવો, તન અને મન બંનેની સંપૂર્ણ સુખાકારી માટે પુનઃપ્રતિબદ્ધ થઈએ.
2025ના અભ્યાસના મુખ્ય તારણોઃ
યોગ હવે વ્યાપકપણે સ્વીકૃત
યોગે વિશિષ્ટતાથી મુખ્ય પ્રવાહ સુધીનો સીમાચિહ્ન પાર કર્યો છે, જેમાં 72 ટકા ઉત્તરદાતાઓ નિયમિતપણે અને 18 ટકા ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ કરે છે.
· મિલેનિયલ્સ નિયમિત યોગ (74 ટકા) સાથે સૌથી સુસંગત છે, ત્યારબાદ જેન એક્સ (70 ટકા) આવે છે.
· 3 ટકા જેટલા નાની સંખ્યામાં ઉત્તરદાતાઓ યોગને નકારે છે, જે આ પ્રેક્ટિસ પ્રત્યે લગભગ સાર્વત્રિક ખુલ્લાપણું દર્શાવે છે.
· ઓનલાઇન ફોર્મેટ લોકપ્રિયતા મેળવી રહ્યા છે જ્યારે 45 ટકા હજુ પણ સ્ટુડિયો ક્લાસીસ પસંદ કરે છે, 28 ટકા લાઇવસ્ટ્રીમ્સ પસંદ કરે છે અને 13 ટકા એપ્સ અથવા પ્રી- રેકોર્ડેડ વીડિયોનો ઉપયોગ કરે છે.
યોગથી આગળ વધીને આરોગ્યની આદતો
યોગ ઉપરાંત દરરોજ ચાલવું (69 ટકા), સંતુલિત આહાર (68 ટકા) અને યોગ (67 ટકા) એ એકંદર સ્વાસ્થ્ય સુધારવા માટે અપનાવવામાં આવતી ટોચની ત્રણ પદ્ધતિઓ છે.
· જેન એક્સ આ આદતો અપનાવવામાં આગળ છે અને પુરુષો, સ્ત્રીઓ કરતાં થોડી વધુ સક્રિયતા દર્શાવે છે.
· સંતુલિત આહારને 72 ટકા લોકો ‘અત્યંત મહત્વપૂર્ણ’ માને છે, ત્યારબાદ નિયમિત કસરત (67 ટકા) અને યોગ (63 ટકા)ને મહત્વના મનાય છે.
જાગૃતતા વિ. અનુભવઃ યોગની સાચી અસર
66 ટકા લોકો જાણે છે કે યોગ તણાવ અને ચિંતા ઘટાડે છે જ્યારે ફક્ત 52 ટકા લોકોએ જ ખરેખર આ લાભનો અનુભવ કર્યો છે જે જાગૃતિ અને અનુભવ વચ્ચેના નોંધપાત્ર તફાવતને દર્શાવે છે.
· વધુ સારી ઊંઘ, સુગમતા, મૂડ અને રોગપ્રતિકારક શક્તિ એ અન્ય વ્યાપકપણે જાણીતા અને અનુભવી પરિણામો હતા.
· જો કે, સામાજિક જોડાણો બનાવવા જેવા ફાયદામાં 21 ટકા જેટલી જાગૃતિ હોવા છતાં, અનુભવ સ્તર સૌથી ઓછું (13 ટકા) જોવા મળ્યું હતું.
કામના સ્થળે સુખાકારીઃ ઓછો લાભ લેવાયેલી તક
યોગને વ્યક્તિગત રીતે વ્યાપકપણે અપનાવવામાં આવે છે, છતાં કામના સ્થળે હજુ પણ પદ્ધતિસર સમર્થનની બાબતે તે પાછળ છે. ફક્ત 64 ટકા કામના સ્થળોએ યોગ-સંબંધિત સુખાકારી કાર્યક્રમો થાય છે, જેમાંથી સૌથી ઓછી ઉપલબ્ધતા જેન એક્સના પ્રોફેશનલ્સમાં (50 ટકા) નોંધાઈ છે. આ તફાવત કંપનીઓ માટે કર્મચારી સુખાકારી વ્યૂહરચનાના ભાગ રૂપે સર્વાંગી સ્વાસ્થ્ય પહેલને એકીકૃત કરવાની તક દર્શાવે છે.
નોંધનીય છે કે, 27 ટકા ઉત્તરદાતાઓ માને છે કે એકંદર સ્વાસ્થ્ય માટે માત્ર યોગ પૂરતા નથી. તેઓ તેને માઇન્ડફુલનેસ (98 ટકા), સંતુલિત આહાર (94 ટકા) અને નિયમિત તપાસ (86 ટકા) જેવી પ્રવૃત્તિઓ સાથે તેને પૂરક બનાવવાનું પસંદ કરે છે જેમાંથી ઘણી પ્રવૃત્તિઓ માટે કંપનીઓ સક્ષમ હોઈ શકે છે.
વિશ્વ યોગ દિવસ દરેક પેઢીને આકર્ષે છે
96 ટકા ઉત્તરદાતાઓ વિશ્વ યોગ દિવસથી વાકેફ છે, જેમાં સોશિયલ મીડિયા (80 ટકા) અને અખબારો (64 ટકા) માહિતીના પ્રાથમિક સ્ત્રોત છે.
· જેન ઝી સાથીદારો અને સોશિયલ ચેનલ્સ પર વધુ આધાર રાખે છે, જ્યારે જેન એક્સ પરંપરાગત મીડિયા પર વધુ આધાર રાખે છે.
· ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં 4 માંથી 3 લોકોએ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને 10માંથી 9 ભવિષ્યના ઓનલાઇન અથવા ઓફલાઇન સેશન્સમાં રસ ધરાવે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ અને સુખાકારીઃ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર
આ અભ્યાસ ઇન્શ્યોરન્સ મેળવવા અને સુખાકારી જોડાણનો સંબંધ પણ દર્શાવે છે:
· આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પોલિસીની માલિકી ધરાવનાર કેટેગરીમાં ટોચની ઇન્શ્યોરન્સ કંપની તરીકે ઉભરી આવી છે, ખાસ કરીને મિલેનિયલ અને પુરુષોમાં. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સૌથી વધુ માન્ય અને પસંદગીની ઇન્શ્યોરન્સ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે, ખાસ કરીને પુરુષોમાં.
· પોલિસીધારકોમાં 3માંથી 2 આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની હેલ્થ ચેકઅપ સુવિધાઓ અને મંથલી સ્ટેપ ચેલેન્જીસથી વાકેફ છે, જ્યારે 5માંથી 3 કરતાં વધુ લોકો મંથલી સ્ટેપ ગૉલ્સ દ્વારા પોઈન્ટ મેળવવવા, ફિટનેસ ચેલેન્જીસ પૂરી કરવા અને મોબાઇલ એપ દ્વારા હેલ્થ રિસ્ક એસેસમેન્ટ હાથ ધરવાથી પણ પરિચિત છે.
· ઉત્તરદાતાઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને વ્યાપક રોગ કવરેજ, હોસ્પિટલ નેટવર્ક એક્સેસ, પ્રોડક્ટ ઇનોવેશન અને ડિજિટલ-ફર્સ્ટ વેલનેસ સુવિધાઓ સાથે સાંકળે છે.
જેમ જેમ ભારતમાં સુખાકારી અંગે જાગૃતતા વધી રહી છે, તેમ તેમ આ રિપોર્ટ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સની વધતી જતી જરૂરિયાત પર પ્રકાશ પાડે છે જ્યાં યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓ આધુનિક હેલ્થ ટૂલ્સ સાથે એકીકૃત રીતે ભળી જાય છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવી ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે આ પેસવ કવરેજથી સક્રિય સુખાકારી તરફ આગળ વધવાની જવાબદારી અને તક બંને છે.
