સોલ્ટ લેક સિટી ખાતે બી.એ.પી.એસ સંસ્થાના સંતોની મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓ સાથે શુભેચ્છા મુલાકાત

Spread the love

સોલ્ટ લેક સિટી, યુટાહ, યુ.એસ.એ

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂ. વિવેકમૂર્તિદાસ સ્વામી, પૂ. શુકમુનિદાસ સ્વામી વગેરે સંતોએ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્ ફર્સ્ટ પ્રેસિડેન્સીના પ્રમુખ સભ્યો ડેલીન એચ. ઑક્સ અને હેન્રી બી. આયરિંગ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પૂ. સંતોએ વિવિધ ચર્ચ સ્થાનો જેવા કે, વેલ્ફેર સ્ક્વેર પર ડેઝેરેટ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઐતિહાસિક ટેમ્પલ સ્ક્વેર પર કોન્ફરન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.

ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્, જે મોર્મન ચર્ચ તરીકે વિશ્વભરમાં જાણીતું છે, તે વિશ્વમાં ૧૬૦ જેટલાં દેશોમાં, ૩૦,૦૦૦ જેટલાં મંડળો સાથે આશરે ૧.૭ કરોડ જેટલો અનુયાયી સમુદાય ધરાવે છે.

ફર્સ્ટ પ્રેસિડેન્સી વતી સંતોને ભાવપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ મુલાકાતમાં વિશ્વમાં શાંતિ, સંવાદિતા, સૌહાર્દ સ્થપાય તે માટે પ્રેરક ચર્ચાઓ કરવામાં આવી હતી.

કવોરમ ઓફ ટવેલ્વ અપોસ્ટલ્સ્ ના એલ્ડર ડેવિડ એ. બેડનાર, એલ્ડર પેટ્રિક કીરોન, મધ્ય પૂર્વ/આફ્રિકા ઉત્તર ક્ષેત્રના પ્રમુખ એલ્ડર એન્થોની ડી. પર્કિન્સ અને ચર્ચ કોમ્યુનિકેશન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલ્ડર મેથ્યુ એસ. હોલેન્ડ આ બેઠકમાં ઉપસ્થિત હતા.

વિશ્વમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે વૈશ્વિક સંવાદિતા, સહ-અસ્તિત્વના પ્રેરક ઉદાહરણરૂપ બની ચૂકેલા બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબી વિશે જાણીને ચર્ચ પ્રતિનિધિઓ વિશેષ પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *