“TTF અમદાવાદ 2025″માં 25થી વધુ રાજ્યો અને 30+ દેશોના 900થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો

Spread the love

15હજારથી વધુ વ્યાવસાયિક મુલાકાતીઓ ને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ: ટ્રાવેલ ઉદ્યોગને પ્રોત્સાહન તેમજ વ્યવસાયિકોની મજબૂત ભાગીદારી સાથે ત્રણ દિવસનો શો સમાપ્ત થયો

“TTF અમદાવાદ 2025, એ ગુજરાતના માર્કેટ અને ભારતના ટ્રાવેલ સેક્ટરનો અવિશ્વસનીય વિકાસ દર્શાવે છે. આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ઉર્જાઉત્સાહ અને ભાગીદારી જોવાં મળી” : સંજીવ અગ્રવાલ

અમદાવાદ,

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી આ વર્ષના ટ્રાવેલ ટ્રેડ ફેર, (TTF) અમદાવાદની આવૃત્તિ ગતરોજ પુરા ઉત્સાહ સાથે સમાપ્ત થઈ હતી. આ પ્રદર્શનટ્રાવેલ ઉદ્યોગ માટે એક અસાધારણ મંચ સાબિત થયું હતું. ત્રણ દિવસની આ ઇવેન્ટને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતોજેણે આગામી તહેવારોની મુસાફરીની મોસમ માટે એક ઉચ્ચ સ્તરીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો. આ શોમાં ત્રણ દિવસના જીવંત વ્યવસાય નેટવર્કિંગડેસ્ટિનેશન પ્રદર્શનો અને અર્થપૂર્ણ પ્રવાસ ઉદ્યોગ સંબંધોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ ટ્રેડ શો તરીકે, TTFની આ વર્ષની આવૃત્તિમાં 900 થી વધુ પ્રદર્શકો અને 15,000 થી વધુ B2B મુલાકાતીઓ એક જ પ્લેટફોર્મ પર એક સાથે એકત્રિત થયા હતા. જેનાથી ગુજરાતમાં અગ્રણી ટ્રાવેલ માર્કેટપ્લેસ તરીકે TTF નું સ્થાન અને તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ હતી.

31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાનચાર વિશાળ હોલમાં યોજાયેલા, “TTF અમદાવાદ 2025″ શો માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળોની અસાધારણ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મજબૂત ભાગીદારી અને 30 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ સામેલ હતું.

ઉલ્લેખનીય છે કેભારતના કુલ પ્રવાસન ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 15.4% જેટલું છે અને બહાર જતા પ્રવાસીઓમાં પણ તેનો નોંધપાત્ર હિસ્સો છે. તેથી “TTF અમદાવાદ” આ અત્યંત ગતિપૂર્વક આગળ વધી રહેલા બજારમાં પ્રવેશવા અને તેનો લાભ લેવા માટે ટ્રાવેલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલું છે.

આ શોનો અંતિમ દિવસપુરસ્કાર વિતરણ અને સમાપન સમારોહ સાથે પૂરો થયો હતો. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શકોપ્રવાસન બોર્ડ અને હિસ્સેદારોને તેમની સર્જનાત્મકતાઈનોવેશન અને કાર્યક્રમ દરમિયાન તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉત્સવપૂર્ણ સમાપન સમારોહે વાસ્તવમાં, TTF શ્રેણીની વધતી લોકપ્રિયતા દર્શાવી હતી અને પ્રાદેશિક પર્યટનને આકાર આપવામાં તેની વિસ્તરતી ભૂમિકા પર ઉલ્લેખનીય પ્રકાશ પાડ્યો હતો.

ફેરફેસ્ટ મીડિયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “TTF અમદાવાદ 2025, એ ગુજરાતના માર્કેટ અને ભારતના ટ્રાવેલ સેક્ટરનો અવિશ્વસનીય વિકાસ દર્શાવે છે. અમેઆવા વિશ્વ-સ્તરીય B2B પ્લેટફોર્મનું આયોજન કરીને ગૌરવ અનુભવીએ છીએજે ઉત્તમ વ્યવસાયિક પરિણામો પ્રદાન કરે છે તેમજ સમગ્ર ઉદ્યોગમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ વર્ષે ખરેખરઅપેક્ષા કરતાં વધુ ઉર્જાઉત્સાહ અને ભાગીદારી જોવાં મળી છે.”

હવે આગળ, TTF સીરીઝતેની રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની સફર ચાલુ રાખશે. જેમાં આગામી આવૃત્તિઓ 11, 12 અને 13 ઓગસ્ટે TTF મુંબઈ; 11, 12 અને 13 સપ્ટેમ્બરે BLTM દિલ્હીઅને 19 અને 20 સપ્ટેમ્બરે TTF હૈદરાબાદ સામેલ છે. આ દરેક ઇવેન્ટ નેટવર્કિંગડીલ-મેકિંગ અને આગળ રહેવા માટે નવા અવસર પ્રદાન કરે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *