ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ  – 2025માં ખેડાનો સુરત સામે વિજય

Spread the love

વડનગર

વડનગર માં આજ રોજ તારીખ 5.8.25 થી ચાલુ થયેલ સ્વ. ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ  – 2025 ની પ્રથમ મેચ માં ખેડાની ટીમે મિસબાબનુંના 2,નિશા ઠાકોરના 3,નાજ્બાનુંના 3, જિનલ, રૂપા અને ન્યાશાના 1-1- ગોલ ની મદદથી સુરતને 12-0થી મહાત આપી, સુરતનો એક સેલ્ફ ગોલ થયો હતો.

બીજી મેચમાં વલસાડે એક તરફી વિજય મેળવ્યો જેમાં ભૂમિષાના 3, ગુડ્ડી અન 2, તર્જની પટેલના 6 અને જિલ તથા તન્વીના 1-1 ગોલની મદદથી  બનાસકાંઠા ને 13-0 થી મહાત આપી, ત્રીજી મેચ માં ભાવનગરે આરતી કંથારીયાના 1 ગોલની મદદથી કચ્છ ને 1-0 થી પરાજય આપ્યો હતો. ચોથી મેચમાં અમદાવાદે મધુબાલાના 6 ગોલ, માયાના 3 ગોલ, અક્ષિના 2 ગોલ અને અરુણા ના 2 ગોલથી વડોદરા ને 13-0 થી મહાત આપી હતી.

આવતી કાલે તારીખ 6.8.2025 ના રોજ ખેડા અને રાજકોટ વચ્ચે, બનાસકાંઠા અને પાટણ વચ્ચે, કચ્છ અને ગાંધીનગર વચ્ચે અને વડોદરા અને જામનગર વચ્ચે મેચ રમશે.

ફાઇનલ મેચ 9.8.2025 ના દિવસે રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *