ઓરિએન્ટ ક્લબમાં મંગળવારે મોડી રાત્રે સભ્યપદેથી દૂર કરાયેલા સભ્ય-પરિવાર અને ટોળાએ ક્લબને માથે લીધી, પોલીસમાં ફરિયાદ, સીસી ટીવી ચેક કરાયા

Spread the love

અમદાવાદ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી 60 વર્ષી જૂની પ્રતિષ્ઠિત ઓરિએન્ટ ક્લબમાં મંગળવારે મોડી રાત્રે એક સસ્પેન્ડ કરાયેલા સભ્ય અને તેના મળતિયાઓએ કરેલા બખાડામાં બન્ને પક્ષે સામ-સામે આક્ષેપો કર્યા છે. જોકે, આ બાબતે ક્લબે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સબંધિતો સામે પગલાં લેવા માગણી કરી છે.

શું છે ઘટના?

પોલીસમાં કરાયેલી ફરિયાદ અનુસાર ઓરિએન્ટ ક્લબમાં મંગળવાર રાત્રે 10 વાગ્યાના અરસામાં કલબમાંથી સસ્પેન્ડ કરાયેલા સભ્ય ભદ્રેશ શાંતિલાલ શાહે અને તેમની પુત્રીએ ક્લબની અંદર પ્રવેશ કરીને રાત્રીના ઈનચાર્જ વિક્રમસિંહ વીરપુરા અને ફરજ પરના સિક્યોરિટી ઈન્ચાર્જ સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી ગેરકાયદેસર રીતે ક્લબની અંદરનો વીડિયો ઊતારી તમામને જોઈ લેવાની ધમકી આપી બખાડો કર્યો હતો. દરમિયાન ફરજ પરના અધિકારીએ 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી.

15 જૂને ભદ્રેશ શાહને ક્લબના સભ્યપદેથી દૂર કરાયા હતા

ભદ્રેશ શાહને ક્લબમાંથી 30 જૂને જ સસ્પેન્ડ કરાયાની નોટિસ પાઠવી દેવામાં આવી હતી. ક્લબ દ્વારા પાઠવાયેલી નોટિસમાં 26 જૂનની પત્રના રેફરન્સથી જણાવાયું હતું કે તેમની વિરૂદ્ધ ક્લબની શિસ્ચતને છાજે નહીં તેવી વર્તણૂક કરવા, ક્લબના નિયમોનું પાલન ન કરવા તથા ક્લબના હોદ્દેદારો અને ડિસિપ્લિનરી એક્શન કમિટીના સભ્યોની મિટિંગના રિપોર્ટસ અંગે 15 જૂનના રોજ મેનેજિંગ કમિટીમાં હાજર સભ્યોએ ચર્ચાના અંતે ભદ્રેશ શાહને  વારંવાર તેમન ગેરવર્તણૂક, અસભ્ય તતા બેહૂદા વર્તન માટે સભ્ય પદેથી દૂર કરવાનો ઠરાવ કરાયો હતો. જે અંતર્ગત તે અને તેમના પરિવારમાંથી કોઈ ક્લબમાં પ્રવેશ કરી શકશે નહં તથા સભ્ય તરીકેના કોઈ લાભ નહીં લઈ શકે કે પ્રવૃત્તીનો પણ ઉપયોગ પણ નહીં કરી શકે એમ છરાવાયું હતું. આ સાથે 15 જૂને તેમનું સભ્યપદ બી. 250 રદ કરાયું અને ક્લબના રજિસ્ટરમાંથી તેમનું નામ કમી કરવામાં આવ્યું હતું.

છ જુલાઈએ ભદ્રેશ શાહે લેખિતમાં માફી માગી હતી

ક્લબના અનુસાર ભદ્રેશ શાહને સભ્ય પદેથી દૂર કરાયા બાદ તેમણે તેમના ગેરવર્તન અંગે ક્લબને માફી નામુ લખી આપ્યું હતું. જે ક્લબના ઈનવર્ડ રજિસ્ટર્ડમાં 426 નંબરથી નોંધાયું છે. જેમાં ભદ્રેશ શાહે લખ્યું હતું કે હું ઘણા વર્ષોથી મારા પરિવાર સાથે ક્લબના સભ્યના નાતે આવતો હતો અને આગળ પણ આવું કોઈ વર્તન થયું હશે અને કમિટીને દુઃખ થયું હશે તે માટે હું દિલગીર છું તથા ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેની હું બાંયધરી આપું છું તતા આગળ કોઈ પણ મનદુઃખ વાળી વાત થશે તો કમિટીની વાત માનવી પડશે.

ક્લબને બદનામ કરવાનું પૂર્વયોજિત કાવતરુઃ ક્લબ પ્રમુખ

ક્લબના પ્રમુખ અજિત આર. પટેલનો આ બાબતે સંપર્ક કરવામાં આવતા તેમણે સમગ્ર ઘટનાને પૂર્વયોજિત કાવતરા તરીકે ગણાવતા વધુમાં જણાવ્યું હતું કે, ભદ્રેશ શાહે તેમનું સભ્યપદેથી દૂર કરવાની પ્રોસિજરનો અંત ન આવે એ પહેલાં ક્લબ પર ભાડુતી માણસો સાથે હુમલો કર્યો. ભદ્રેશ શાહ કલબના બધાને જાણતો હોઈ દિવ્યાંગ નામના કમિટી મેમ્બરને માર્યો . સેક્રેટરી આર.બી ત્રિવેદી પણ માર્યા. ક્લબના અધિકારીએ ફોન કરતા પોલીસ તરત આવી ગઈ હતી. જોકે આ દરમિયાન ભદ્રેશ શાહ સાથે ઉપસ્થિત તેની પુત્રીએ હોબાળો કરી મીડિયા સહિતના લોકોને બોલાવી લીધા. જોકે આ ટોળામાં કેટલાક લુખ્ખા તત્વો પણ આવ્યા હોવાનું લાગ્યું હતું. એ પછી તેઓ ત્યાં ઉપસ્થિત ક્લબના સભ્યોને મારવાનું ચાલું કર્યું હતું અને કમિટીના સભ્ય દિવ્યાંગને તો હેડ ઈન્જરી અને હાથમાં ફ્રેકચર પણ થયું હતું.  આ સમગ્ર બાબતે પોલીસે એફઆઈઆર નોંધી આજે પંચ નામું કરવા ઉપરાંત સીસીટીવી ચેક કર્યા હતા. ભદ્રેશ શાહ દ્વારા આ હુમલો પૂર્વયોજિત હોવાનું તેમની સાથે અચાનક મોટી સંખ્યામાં આવેલા અસામાજિક તત્વોના ટોળાથી સ્પષ્ટ થાય છે. અમે પોલીસ આ ઘટનામાં તટસ્થ તપાસ કરે એમ ઈચ્છીએ છીએ. આટલા માણસો પૂર્વઆયોજન વગર ન આવી શકે. અમારા માણસોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેઓએ ધાર્મિક લાગણી ઉશંકેરવાનો પણ પ્રયાસ કર્યો. રાજકારણીઓના નામ ઉછાળીને વીડિયો વાયરલ કર્યો જે સત્યથી વેગળા છે. સભ્ય તરીકે ભદ્રેશ શાહ અને તેમના પરિવારના સભ્યોને કોઈએ પણ ક્લબમાં પ્રવેશ કરવા પર મનાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *