કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો શાનદાર દેખાવ, મહારાજન, કોયલ બાર, સાઈરાજ પરદેશી, અજિત નારાયણ શ્રેષ્ઠ લિફ્ટર્સ

Spread the love

અમદાવાદ

અમદાવાદના નારાણપુરા ખાતેના વીર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાયેલી 2025 કોમનવેલ્થ ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે પણ ભારતીય લિફ્ટર્સે કેટલાક મેડલ્સ જીતવા સાથે દેશને સન્માન અપાવ્યું. ભારતના મહારાજન, કોયલ બાર, સાઈરાજ પરદેશી અને અજિત નારાયણ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ લિફ્ટર્સ જાહેર થયા તથા ભારતે સમગ્રતઃ જોરદાર દેખાવ કરતા ટીમ કેટલીક કેટેગરીમાં ચેમ્પિયનશિપ પણ હાંસલ કરી હતી.

2025 કોમનવેલ્થ ચેમ્પિયનશિપના ગ્રાન્ડ ફિનાલેમાં હેવીવેઇટ કેટેગરીમાં દિગ્ગજો વચ્ચે ટક્કર જોવા મળી, જેમાં ફીજી, સમોઆ, ઓસ્ટ્રેલિયા અને ભારતના લિફ્ટર્સ સર્વોચ્ચતા માટે લડી રહ્યા હતા.

ભારતીય વેઇટલિફ્ટિંગ માટે એક ઐતિહાસિક ક્ષણમાં, તુષાર ચૌધરીએ શાનદાર પ્રદર્શન કર્યું, બે ગોલ્ડ મેડલ જીત્યા – એક યુથ બોયઝ (+94 કિગ્રા) કેટેગરીમાં અને બીજો જુનિયર મેન્સ (110 કિગ્રા) કેટેગરીમાં. સ્નેચ: 125 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક: 160 કિગ્રા (કુલ: 285 કિગ્રા) ની તેની પાવર-પેક્ડ લિફ્ટ્સે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા અને ત્રિરંગાને ગૌરવ અપાવ્યું.

ફિજીના તાનીએલાએ હેવીવેઇટ્સમાં રોમાંચક પડકાર રજૂ કર્યો. તુઇસુવા રૈનીબોગી સિનિયર મેન્સ 110 કિગ્રા ડિવિઝનમાં ચેમ્પિયન બન્યો, કુલ 365 કિગ્રા વજન ઉપાડ્યું. તેના પછી સમોઆના જેક ઓપેલોજ (357 કિગ્રા) અને ઓસ્ટ્રેલિયાના જેક્સન રોબર્ટ્સ-યંગ (356 કિગ્રા)નો ક્રમ આવ્યો, જેના કારણે તે ટુર્નામેન્ટના સૌથી વધુ સ્પર્ધાત્મક ફિનિશમાંનો એક બન્યો.

દિવસ 5 ના પરિણામો – કોમનવેલ્થ ચેમ્પિયનશિપ

યુવા છોકરાઓ – +94 કિગ્રા કેટેગરી

કુલ: 197 કિગ્રા

જુનિયર પુરુષો – 110 કિગ્રા કેટેગરી

ગોલ્ડ: તુષાર ચૌધરી (ભારત) – સ્નેચ: 125 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 160 કિગ્રા | કુલ: 285 કિગ્રા

સિનિયર પુરુષો – 110 કિગ્રા કેટેગરી

ગોલ્ડ: તાનીએલા તુઈસુવા રૈનીબોગી (ફિજી) – સ્નેચ: 165 કિગ્રા |ક્લીન એન્ડ જર્ક: 200 કિગ્રા | કુલ: 365 કિગ્રા

સિલ્વર: જેક ઓપેલોજ (સમોઆ) – સ્નેચ: 157 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 200 કિગ્રા | કુલ: 357 કિગ્રા

બ્રોન્ઝ: જેક્સન રોબર્ટ્સ-યંગ (ઓસ્ટ્રેલિયા) – સ્નેચ: 150 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 206 કિગ્રા | કુલ: 356 કિગ્રા

ચેમ્પિયનશિપના અંત સાથે, ભારતના તુષાર ચૌધરીએ ડબલ ગોલ્ડ મેળવ્યો જે વેઇટલિફ્ટિંગમાં ભારતના વધતા પ્રભુત્વનું પ્રતીક છે.

સમોઆની પાવરહાઉસ, યુનિયારા સિપાઈયાએ સિનિયર મહિલા +86 કિગ્રા

કેટેગરીમાં 261 કિગ્રાનું વેઈટ લિફ્ટ કરીને ગોલ્ડ મેળ્યો હતો.

ભારતની ઉભરતી સ્ટાર મહેક શર્માએ પોતાના કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, કુલ 253 કિગ્રા વજન ઉઠાવીને પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યો. તેના શ્રેષ્ઠ પ્રયાસ છતાં, શર્માને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

નાઇજીરીયાની તાઇવો મેરી ઓસિજોએ 231 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

યુથ કેટેગરીમાં અનેક રેકોર્ડ

ન્યુઝીલેન્ડની વન્ડર ગર્લ અનિકા ફલાસિયાએ +77 કિગ્રા

યુવા ગર્લ્સ કેટેગરીમાં 100 કિગ્રા સ્નેચ સાથે 98 કિગ્રાના અગાઉના કોમનવેલ્થ યુથ સ્ટાન્ડર્ડને તોડી નાખ્યો. કુલ 217 કિગ્રા સાથે, તેણે

રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.

શ્રીલંકાની સેવવંડી સાસે 135 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો.

જુનિયર વુમન્સ +86 કિગ્રા વર્ગનો મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો –

મલેશિયાની સીતી અકિલાહ ફરહાના બિન્તી ડ્રામાને ગોલ્ડ (227 કિગ્રા) જીત્યો, જેમાં તેણે કેનેડાની એન્જલ બિલેનથી માત્ર 2 કિગ્રા વધુ વજન ઉઠાવીને શાનદાર પ્રદર્શન કર્યું. ફલાસિયાએ 217 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

યુથ ગર્લ્સ – +77 કિગ્રા વર્ગ

ગોલ્ડ: અનિકા ફલાસિયા (ન્યુઝીલેન્ડ) – સ્નેચ: 100 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 117 કિગ્રા | કુલ: 217 કિગ્રા, સિલ્વર: સેવવંડી સાસ (શ્રીલંકા) – સ્નેચ: 60 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 75 કિગ્રા | કુલ: 135 કિગ્રા

નવો રેકોર્ડ

યુથ સીડબલ્યુ વુમન્સ +77 કિગ્રા સ્નેચ: સ્ટાન્ડર્ડ [-] 98 —>

અનિકા ફલાસિયા [એનઝેડએલ] 100

જુનિયર વુમન્સ- +86 કિગ્રા કેટેગરી

ગોલ્ડ: સીતી અકિલાહ ફરહાના બિન્તી ડ્રામન (મલેશિયા)

– સ્નેચ: 107 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 125 કિગ્રા | કુલ: 227 કિગ્રા

સિલ્વર: એન્જલ બિલેન (કેનેડા) – સ્નેચ: 98 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 127 કિગ્રા | કુલ: 225 કિગ્રા

બ્રોન્ઝ : અનિકા ફાલાસિયા (ન્યુઝીલેન્ડ) – સ્નેચ: 100 kg | ક્લીન એન્ડ જર્ક: 117 કિગ્રા | કુલ: 217 કિગ્રા

સિનિયર વુમન્સ – +86 કિગ્રા શ્રેણી

ગોલ્ડ : જુનીઆરા સિપૈયા (સમોઆ) – સ્નેચ: 111 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક : 150 કિગ્રા | કુલ: 261 કિગ્રા

સિલ્વર: મહેક શર્મા (ભારત) – સ્નેચ: 110 કિગ્રા | ક્લીન & જર્ક: 143 કિગ્રા | કુલ: 253 કિગ્રા

બ્રોન્ઝ: તાઈવો મેરી ઓસીજો (નાઈજીરીયા) – સ્નેચ: 103 કિગ્રા | ક્લીન & જર્ક: 128 કિગ્રા | કુલ: 231 કિગ્રા

જુનિયર મેન્સ – +110 કિગ્રા કેટેગરી

ગોલ્ડ: ઈસિસ શસ્ટર (ન્યુઝીલેન્ડ) – સ્નેચ: 155 કિગ્રા | ક્લીન & જર્ક: 183 કિગ્રા | કુલ: 338 કિગ્રા

સિલ્વર: મોહમ્મદ ફરિસ હાયકલ બિન કમરૂલ (મલેશિયા) – સ્નેચ: 135 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક: 180 કિગ્રા | કુલ: 315 કિલો

સિનિયર મેન્સ – +110 કિગ્રા શ્રેણી

ગોલ્ડ: સાનેલે માઓ (સમોઆ) – સ્નેચ: 181 કિગ્રા | ક્લીન એન્ડ જર્ક:

220 કિગ્રા | કુલ: 401 કિગ્રા

સિલ્વર: ડેવિડ લિટી (ન્યુઝીલેન્ડ) – સ્નેચ: 177 કિગ્રા | ક્લીન & જર્ક: 22૦ કિગ્રા | કુલ: 397 કિગ્રા

બ્રોન્ઝ: લવપ્રીત સિંહ (ભારત) – સ્નેચ: 175 કિગ્રા | ક્લીન & જર્ક: 2૦5 કિગ્રા | કુલ: 38૦ કિગ્રા

નવા રેકોર્ડ

સિનિયર સીડબ્લ્યુ મેન્સ +11૦ કિગ્રા સ્નેચ: સેનેલે માઓ [સેમ] 18૦

–> સેનેલે માઓ [સેમ] 181

સિનિયર સીડબ્લ્યુ મેન્સ +11૦ કિગ્રા કુલ: સેનેલે માઓ [સેમ] 4૦૦

–> સેનેલે માઓ [સેમ] 4૦1

2૦25 કોમનવેલ્થ યુથ (છોકરાઓ અને છોકરીઓ) વેઇટલિફ્ટિંગ

ચેમ્પિયનશિપ અમદાવાદમાં નીચેના નોંધપાત્ર પ્રદર્શનો સાથે સમાપ્ત થઈ:-

ટીમ ટ્રોફી અને મેડલ ટેલી

યુથ બોયઝ ટીમ ટ્રોફી 221 ટીમ પોઈન્ટ સાથે ભારતને ફાળે ગઈ.

યુથ બોયઝ રનર્સ-અપ ટીમ શ્રીલંકા છે જેના 145 ટીમ પોઈન્ટ છે.

યુથ ગર્લ્સ ટીમ ટ્રોફી 212 ટીમ પોઈન્ટ સાથે ભારતને ફાળે ગઈ.

યુથ ગર્લ્સની રનર્સ-અપ ટીમ શ્રીલંકા 94 ટીમ-પોઇન્ટ સાથે છે.

મેડલ બોર્ડમાં ભારત 12 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ સાથે ટોચ પર છે, ત્યારબાદ નૌરુ 2 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે છે.

શ્રેષ્ઠ લિફ્ટર્સ

ભારતના મહારાજન (60 કિગ્રા) એ યુથ બોયસ વિભાગમાં 847.205 રોબી પોઈન્ટ સાથે શ્રેષ્ઠ લિફ્ટર ટ્રોફી જીતી.

ભારતના કોયલ બાર (53 કિગ્રા) એ યુથ ગર્લ્સ વિભાગમાં 1072.442 રોબી પોઈન્ટ સાથે શ્રેષ્ઠ લિફ્ટર ટ્રોફી જીતી.

2025 કોમનવેલ્થ જુનિયર (પુરુષો અને મહિલા) વેઈટલિફ્ટિંગ

ચેમ્પિયનશિપ નીચેના નોંધપાત્ર પ્રદર્શન સાથે સમાપ્ત થઈ:

ટીમ ટ્રોફી અને મેડલ:

જુનિયર પુરુષોની ટીમ ટ્રોફી 221 ટીમ પોઈન્ટ સાથે ભારતને ફાળે ગઈ.

જુનિયર પુરુષોની રનર્સ-અપ ટીમ શ્રીલંકા 93 ટીમ પોઈન્ટ સાથે છે.

 જુનિયર મહિલા ટીમ ટ્રોફી 199 ટીમ પોઈન્ટ સાથે ભારતને મળી છે.

 જુનિયર મહિલા રનર્સ-અપ ટીમ ઓસ્ટ્રેલિયા 167 ટીમ પોઈન્ટ સાથે છે.

 મેડલ બોર્ડમાં ભારત 11 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ સાથે ટોચ પર છે, ત્યારબાદ ન્યુઝીલેન્ડ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે બીજા ક્રમે છે.

શ્રેષ્ઠ લિફ્ટર્સ 

ભારતના સાઈરાજ પરદેશીએ જુનિયર પુરુષો વિભાગમાં 787.135 રોબી પોઈન્ટ સાથે બેસ્ટ લિફ્ટર ટ્રોફી જીતી.

નાઈજીરીયાના સારાહ ઓવાયોઝા મેથ્યુએ જુનિયર મહિલા વિભાગમાં 753.388 રોબી પોઈન્ટ સાથે બેસ્ટ લિફ્ટર ટ્રોફી જીતી.

2૦25 કોમનવેલ્થ સિનિયર (પુરુષો અને મહિલા) વેઈટલિફ્ટિંગ

ચેમ્પિયનશિપ અમદાવાદમાં નીચેના નોંધપાત્ર પ્રદર્શન સાથે પૂર્ણ થઈ:

ટીમ ટ્રોફી અને મેડલ:

 સિનિયર પુરુષો ટીમ ટ્રોફી 199 ટીમ પોઈન્ટ સાથે ભારતને મળી છે.

સિનિયર મેન્સ રનર્સ-અપ ટીમ 191 ટીમ-પોઇન્ટ સાથે મલેશિયા છે.

સિનિયર વિમેન્સ ટીમ ટ્રોફી 192 ટીમ-પોઇન્ટ સાથે ભારતને જાય છે.

સિનિયર વિમેન્સ રનર્સ-અપ ટીમ ઓસ્ટ્રેલિયા 184 ટીમ-પોઇન્ટ સાથે છે.

મેડલ બોર્ડમાં ભારત 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ્સ સાથે ટોચ પર છે , ત્યારબાદ નાઇજીરીયા 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ્સ સાથે બીજા ક્રમે છે.

શ્રેષ્ઠ લિફ્ટર્સ 

ભારતના અજિત નારાયણે સિનિયર મેન્સ વિભાગમાં 792.407 રોબી પોઈન્ટ સાથે બેસ્ટ લિફ્ટર ટ્રોફી જીતી.

કેનેડાના મૌડે ચારોને સિનિયર વિમેન્સ વિભાગમાં 799.789 રોબી પોઈન્ટ સાથે બેસ્ટ લિફ્ટર ટ્રોફી જીતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *