વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

Spread the love

અમદાવાદ

હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ તથા વર્તમાન સમસ્યાઓને ધ્યાને રાખી કેટલાક પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતાં.

આ કાર્યક્રમનું ઉદઘાટન જનસહાયક ટ્રસ્ટ અને હીરામણિ શાળા સંકુલના ઉપપ્રમુખ નીતાબેન અમીન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીનના વરદ્ હસ્તે કરવામાં આવેલ. સાયન્સ પ્રદર્શનના નિર્ણાયક તરીકે ડૉ.ઋષિકેશ આવેલ. સાયન્સ પ્રદર્શનના નિર્ણાયક તરીકે ડૉ.ઋષિકેશ જોષી (આસિ.પ્રો.સ્કૂલ ઓફ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી), પ્રો.રાજશ્રી બી.જોટાનીયા (પ્રો.ફિઝિક્સ, ગુજરાત યુનિવર્સિટી) અને ડૉ.દિવ્યા મિશ્રા (પ્રો.સ્કૂલ ઓફ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓના વિચારને તેમની રજુઆત અને કૌશલ્ય તેમજ તેમના ઊંડાણ પૂર્વકના અવલોકનને ધ્યાનમાં રાખી વિજેતા શાળાઓનાં નામ જાહેર કર્યા હતાં.

ક્રમઈનામની રકમસ્કૂલનું નામપ્રોજેક્ટનું નામ
પ્રથમ ઈનામરુપિયા 1,500/-હીરામણિ સ્કૂલ
(અંગ્રેજી માધ્યમ)
એડવાન્સ ગેસ લિકેજ ડિટેકટર
દ્વિતીય ઈનામરુપિયા 1,000/-એસ.જી.વી.પી.લાઈફ સાયન્સ ઈન વેલફેર
તૃતીય ઈનામરુપિયા 700/-કે.આર.રાવલ (માધ્યમિક શાળા)ઈલેક્ટ્રિકલ સેફ્ટી  
ન્યુ ડી.પી.કેમ્પસઓટો સ્ટ્રીટ લાઈટ
રુપિયા 500/- નાં પ્રોત્સાહક ઈનામો
1સ્વસ્તિક એકેડમીમેગ્નેટિક લેવિગેશન
2ઝાયડસ સ્કૂલ ઓફ એક્સિલન્સ – ગોધાવીCRISPR-CAS 9 ધ જીન એડીટર
3હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)બ્લાઈન્ડ એન્ડ ડેક સ્પેક્ટેકલ્સ

       આ પ્રસંગે ડૉ.દિવ્યા મિશ્રાએવિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે, નિષ્ફળતા એ સફળતાની નિશાની છે. નિરંતર શીખતા રહો, પ્રશ્નો પુછતા રહો અને તમારામાં રહેલી ક્ષમતા પ્રત્યે વિશ્વાસ રાખો.

        હીરામણિ સ્કૂલ તરફથી વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર અન્ય શાળાઓના તમામ વિદ્યાર્થીઓને  પાર્ટીસિપેશન   ર્સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ સ્ટાફને સવારનો નાસ્તો તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.ડૉ.નિતીનભાઈ શાહ, ટ્રસ્ટનાં સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ. ભગવત અમીન, સ્કૂલનાં બંન્ને માધ્યમના તમામ આચાર્યાઓ, ટ્રસ્ટીઓ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *