https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

ગાંધીનગર
ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહિ.
એક જ KMK ID(ખેલ મહાકુંભ આઇડી)થી ખેલાડીએ ૨ રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે. જે ખેલાડી પાસે જૂના KMK ID હોય તેઓએ જૂના KMK IDથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે તથા કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. ૪૦ અને ૬૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ, ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ અને અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ જે તે વયજૂથ પ્રમાણે જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી અથવા પોતાના મોબાઇલ ધ્વારા ઓનલાઈન માધ્યમથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.
૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ના સાંજે ૬.૦૦ સુધી ખેલ મહાકુંભ-૨૦૨૫નું રજીસ્ટ્રેશન કરાવી શકાશે, એમ જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવાયું છે.
