જાણીતા ઈવેન્ટ આયોજકો દ્વારા ફરી એક વખત ગરબા રસિકો માટે નવરંગી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદ
અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે.
કોણ છે આયોજકો?
સફાયર ઈવેન્ટ & એન્ટરટેઇન્મેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઈવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા (જીઈએ) & જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રાગરંગ ઈવેન્ટ્સના નિમેશ પટેલ (બકુ) અને કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં, આત્મીય સંગીત, સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે. “લિગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ”ની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે.

દરેક દિવસે જાણીતા ગરબા ગાયકો
આ વર્ષે ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવી કે વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પ્રહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પિઠડીયા, આર્ચિત પાટડીયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. તેમના અવાજમાં ભક્તિ, તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને ઝગમગાવી દેશે.
નવા રંગો અને નવતર કાર્યક્રમોની ભરમાળ
પાછલા વર્ષોની ઉજવણીમાં 65,000થી વધુ લોકોએ ગરબાની મોજ માણી હતી, જેમાં 12 થીમ આધારિત સજાવટ, 12થી વધુ ગાયકોના પરફોર્મન્સ અને મહા આરતી જેવા આકર્ષણો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે. આ વર્ષની ઉજવણીમાં પણ અનેક નવા રંગો અને નવતર કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે.
ખેલૈયાઓ માટે પાર્કિંગથી માંડીને ફૂડકોર્ટની પણ સુવિધા
કર્ણાવતી ક્લબ & રિસોર્ટ ખાતે વિશાળ જગ્યા, પાર્કિંગ સુવિધા, લક્ઝુરિયસ એમ્બિયન્સ, ફૂડ કોર્ટ અને ટોપ-ટિયર સાઉન્ડ સેટઅપ સાથે સિક્યોર અને વેલ-મેઈન્ટેઈન્ડ પરિસર ઉપલબ્ધ છે. આથી, દરેક મહેમાનને આરામદાયક અને યાદગાર અનુભવ થશે.
.
