અમદાવાદ
હીરામણિ હાયર સેકન્ડરી (અંગ્રેજી માધ્યમ) દ્વારા હિન્દી દિવસના ઉપક્રમે હિન્દી કવિતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, હિન્દી ભાષામાં વિવિધ વિષયો ઉપર કાવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉમંગ અને ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્ય ભાગ્યેશ જોષી તથા કો-ઓર્ડિનેટર ગીરીશ લાલવાણી સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
