હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓ જેવી કે છાપું, આઈસ્ક્રીમ સ્ટીક, બોટલ, કપ, પિસ્તાનાં ફોતરાં, માચીસના ખોખા, રંગ બે રંગી કાગળોમાંથી ચગડોળ, શિવલિંગ, ડમરુ, ટેબલ-ખુરશી, ફાનસ, વોલ હેંગીંગ, રેલગાડી, ગોકુળિયું ગામ, તોરણ, પાણીમાં શુદ્ધિ કરણનો પ્રયોગ વગેરે બનાવ્યા હતાં. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા કોષાબેન પટેલ અને કૉ-ઓર્ડિનેટર લાલસિંહ ચંપાવતે સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
હીરામણિ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ
