અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોહમ અને કૌશાએ ટાઇટલ જીત્યાં,દ્વિજ, ખનક અને નક્ષે બે ટાઇટલ જીત્યાં

Spread the love

અમદાવાદ

ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી સાતમી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોહમ ભટ્ટાચાર્ય અને કૌશા ભૈરપૂરેએ અનુક્રમે મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધા હતા.સ્પર્ધા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નારણપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 30મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી.

ત્રણ દિવસીય ચેમ્પિયનશિપમાં વિવિધ 18 કેટેગરીમાં કેટલીક રોમાંચક મેચ જોવા મળી હતી. જેમાં વેટરન્સ તથા હોપ્સ (અંડર-9)ની મેચોનો પણ સમાવેશ થતો હતો. યુવાન પેડલર નક્ષ પટેલ, દ્વિજ ભાલોડિયા અને ખનક શાહે બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. નક્ષે અંડર-11 અને અંડર-13 બોયઝ, દ્વિજે અંડર-15 અને અંડર-19 બોયઝ અને ખનક શાહે ગર્લ્સ અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં ટાઇટલ જીત્યાં હતાં.

હોપ્સ અંડર-9 અને અંડર-11 માં રોમાંચક પરિણામો જોવા મળ્યા હતા. અંડર-9માં સાહસ માંગલ અને શિવાકાએ અનુક્રમે બોયઝ અને ગર્લ્સમાં ટ્રોફી જીતી હતી. આમ તેમણે પાયાના સ્તરે રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. અંડર-11ના વિજેતા નક્ષ પટેલે બોયઝ અને મિશા લાખાણી ગર્લ્સમાં પરિપક્વ રમત દાખવીને ચેમ્પિયન બન્યા હતા.

ઓપન ડબલ્સની ફાઇનલમાં રિયાન દત્તા અને અભિલાશ રાવલે સાહિબજોતસિંઘ જગ્ગી તથા સોહમ ભટ્ટાચાર્યની જોડીને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

અન્ય નોંધપાત્ર વિજેતાઓમાં માલવ પંચાલે અંડર-17 બોયઝ, જિયા ત્રિવેદીએ અંડર-19 ગર્લ્સ, પીઢ ખેલાડી નમન ખંધારે મેન્સ 39+, પવન ચૌધરીએ મેન્સ 49+ અને રણજીત નાગડિયાએ મેન્સ 59+માં ટાઇટલ જીત્યા હતા.

તમામ ફાઇનલના પરિણામોઃ

અંડર-9 બોયઝઃ સાહસ માંગલ જીત્યા વિરુદ્ધ સમર્થ ઠક્કર 11-6, 11-7, 11-8
અંડર-9 ગર્લ્સઃ શિવાકા અહલુવાલિયા જીત્યા વિરુદ્ધ સનાયા સુથાર 9-11, 11-7, 11-4, 11-7

અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ શ્લોક દવે 11-8, 11-9, 6-11, 11-6
અંડર-11 ગર્લ્સઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ ઝીલ ભાવસાર 11-9, 11-5, 11-4

અંડર-13 બોયઝઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 12-10, 6-11, 14-12, 11-6
અંડર-13 ગર્લ્સઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ ઝિનાલી પટેલ 11-9, 11-8, 11-7

અંડર-15 બોયઝઃ દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ તવિશ પટેલ 11-3, 8-11, 11-5, 11-4
અંડર-15 ગર્લ્સઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ ઝિનાલી પટેલ 11-3, 11-2, 11-5

અંડર-17 બોયઝઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 8-11, 18-16, 11-5, 11-9

અંડર-19 Boys: દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 11-9, 8-11, 12-10, 6-11, 11-8

અંડર-19 ગર્લ્સઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-4, 11-2, 10-12, 11-9, 11-3

મેન્સ સિંગલ્સઃ સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ રાવલ 4-11, 11-2, 11-9, 11-7, 7-11, 11-5

વિમેન્સ સિંગલ્સઃ કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-6, 8-11, 11-8, 15-13, 11-4

ઓપન ડબલ્સઃ રિયાન દત્તા/અભિલાશ રાવલ જીત્યા વિરુદ્ધ સાહિબજોતસિંઘ જગ્ગી/સોહમ ભટ્ટાચાર્ય

મેન્સ 39+ નમન ખંધાર જીત્યા વિરુદ્ધ કુનાલ પટેલ 11-5, 11-7, 9-11, 11-5

મેન્સ 49+ પવન ચૌધરી જીત્યા વિરુદ્ધ હેતલ શાહ 11-5, 11-3, 11-6

મેન્સ 59+ રણજીત નાગડિયા જીત્યા વિરુદ્ધ સંજય તયાલ 11-7, 11-5, 5-11, 11-6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *