11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં વોટર પોલો ક્લાસિફિકેશન મેચમાં સિંગાપોરે ભારતને 5-8 થી હરાવ્યું

Spread the love

~ જાપાન અને ચીન મહિલાઓની ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ઈરાને પુરુષોની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ~

અમદાવાદ

11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં આજે સેમિફાઈનલ અને ક્લાસિફિકેશન વોટર પોલો મેચોમાં તીવ્ર સ્પર્ધા અને ઉચ્ચ સ્કોરિંગ પ્રદર્શન જોવા મળ્યું. જાપાન અને ચીન મજબૂત પ્રદર્શન સાથે મહિલા ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ઈરાને પુરુષોની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. દરમિયાન, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહિલાઓની 5-8 ક્લાસિફિકેશન મેચમાં, સિંગાપોરે ભારતને 27-7 થી હરાવ્યું.

સિંગાપોરે ભારત સામે પ્રભાવશાળી પ્રદર્શન કરતાં, મહિલાઓની 5-8 ક્લાસિફિકેશન મેચ 27-7 થી જીતી. સિંગાપોરની ટીઓ જી સુઆન, લિમ વાન જુન નિકોલ અને કોહ શિયાઓ લીએ ચાર-ચાર ગોલ કર્યા. લી ઝુઆન હુઈ અને વાન સેલેસ્ટે ફેરાઓએ 3-3 ગોલ કર્યા, જ્યારે યાપ જિંગ્ઝુઆન રાનિસ, ગાન હુઈમિન અને યેઓ યિંગ ઝુઆન કાયલાએ 2-2 ગોલ કર્યા. ઓંગ શુ એન, ઓંગ જિયા હુઈ અને લુ ટી ઈન્નાએ 1-1 ગોલ કર્યો. ભારત માટે કૃપા રાણીચિત્ર અને કેપ્ટન વર્ષા સુરેશે 2-2 ગોલ કર્યા, જ્યારે સફવા સાકીર, ધ્રુતિ કાર્તિકેય અને મધુરિમા શાંતિએ 1-1 ગોલ કર્યો.

પ્રથમ મહિલા સેમિફાઇનલમાં, જાપાને થાઇલેન્ડને રોમાંચક મુકાબલામાં 25-21 થી હરાવ્યું. જાપાન તરફથી લોરે નીના નવ ગોલ સાથે ટોપ સ્કોરર રહી, જ્યારે સાન્ડા યુમેકા (4), કોબાયાશી માહો અને શિરોનોશિતા કૈહોએ ત્રણ-ત્રણ ગોલ કર્યા. કેપ્ટન ફુકુડા શોકા, શિબાતા કનાડે અને એગુચી સેઇરાએ બે-બે ગોલ કર્યા. થાઇલેન્ડ તરફથી રુઆંગસુપ્પૈસન રુક્સિનાએ સાત ગોલ કર્યા, જ્યારે પુઆંગટોંગ ક્રિત્સાનાએ ચાર ગોલ કર્યા. ચત્રોત્ચાનન પરાની, કોંગચોય થાનિતા અને ક્વાન્ટોંગટાનારી પિટ્ટાયાપોર્નએ બે-બે ગોલ કર્યા, જ્યારે ક્વાન્ટોંગટાનારી થાનિદાકર્ન, પુક્કામન પાનિતા, રુઆંગસુપ્પૈસન સરોચા અને નગામચારોએનસુક્ટાવોર્ન પિમ્પિને એક-એક ગોલ કર્યો.

બીજા મહિલા સેમિફાઇનલમાં, ચીને કઝાકિસ્તાનને 14-4 થી હરાવ્યું. ઝાંગ કિશુઓએ ચીનનું નેતૃત્વ પાંચ ગોલ સાથે કર્યું, જ્યારે કેપ્ટન સુન યટીંગે ત્રણ ગોલ કર્યા, અને લી પેઇયાંગ અને વાંગ ઝુઆને બે ગોલ કર્યા. ગુઓ ચેંગહોંગ અને લી જિયાન્યુએ એક-એક ગોલ કર્યો. કઝાકિસ્તાન માટે, કાપલુન વિક્ટોરિયા, અનોસોવા વેલેરિયા, નાબીયેવા મિલેના અને ઓઝકાયા અલીનાએ એક-એક ગોલ કર્યો.

રોમાંચક અને ઘણી નજીકની સ્પર્ધાત્મક પુરુષોની વોટર પોલો સેમિફાઇનલ મેચમાં, ઈરાને જાપાનને 19-18 થી હરાવ્યું, શરૂઆતથી અંત સુધી દર્શકોએ આ મેચની ભરપૂર મજા માણી. ઈરાનના કેપ્ટન, યાઝદાનખાબ મેહદીએ તેમની ટીમનું નેતૃત્વ સાત ગોલ સાથે કર્યું, જ્યારે ઘાવીદેલહાજીઆઘા અમીને ત્રણ ગોલ કર્યા. મેહરીકોહનેશહરી અલીરેઝા, ઈરાનપોર્તારી અશ્કાન અને અધમ મેરસાદે 2-2 ગોલ કર્યા, અને અઘાઈ કરીમ ઓમિદ, બેહઝાદસાબુરી ફાર્બોડ અને ગોલેસ્તાનીરાદ મેહરાબએ 1-1 ગોલ કર્યો. જાપાન તરફથી પણ શાનદાર પ્રદર્શન કર્યું, કેપ્ટન ઉરા એનિશીએ 4 ગોલ કર્યા, જ્યારે લોર જુન, મેડા તોશીયુકી, મોરોઇયા યુકી અને મેડા અત્સુયાએ 3-3 ગોલ કર્યા. માત્સુનો ર્યોસુકેએ બે ગોલ કર્યા.

મહિલાઓની બીજી 5-8 ક્લાસિફિકેશન મેચમાં, ઉઝબેકિસ્તાને હોંગકોંગ પર 14-7 થી શાનદાર વિજય મેળવ્યો. ગ્વાશેલાશવિલી એલેના અને એન્ડ્રિયાખિના સોફિયાએ ઉઝબેક ટીમનું નેતૃત્વ ચાર-ચાર ગોલ સાથે કર્યું, જ્યારે માર્કોવા એલિસાએ બે ગોલ ઉમેર્યા, અને ગેર્ગેલ વેરોનિકા, સલામાટોવા અઝીઝા, વેર્કાલોવા અલેકસા અને મુર્તઝાએવા કોમિલાએ એક-એક ગોલ કર્યો. હોંગકોંગ માટે, હો ચેયુક કિયુએ ચાર, લાઉ ક્વાન લિંગે બે અને કેપ્ટન લાઉ ત્સે ચિંગે એક ગોલ કર્યો.

પુરુષોની પહેલી 5-8 ક્લાસિફિકેશન મેચમાં, થાઇલેન્ડે હોંગકોંગને 15-14 થી સાંકડા અંતરથી હરાવ્યું. થાઇલેન્ડ માટે કૌમ્માની સુતાનને પાંચ ગોલ કર્યા, જ્યારે એકાના વાચારાવરોંગે ત્રણ ગોલ કર્યા. કેપ્ટન ચોમ્પોસાંગ પટ્ટાનિત અને ચાનિયોમ ફોંગસાથોને 2-2 ગોલ કર્યા, જ્યારે સંગ્થાનાપાનિચ ફુરીફોંગ, કોમકાઇ તાનાકોર્ન અને કાવકોંગ વુટ્ટીકોર્ન દરેકે થાઇલેન્ડ માટે 1 ગોલ કર્યો. હોંગકોંગ માટે, ચોઈ હિન કિટ ગિલમેને 4 ગોલ કર્યા, જ્યારે ચિંગ ત્સે શુન, ચેઉંગ ચેઉક હેઈ, ફંગ કોંગ ચિંગ અને કેપ્ટન ચેંગ હેઈ મેને 2-2 ગોલ કર્યા. ઝાંગ ત્સે હિન અને ચેંગ હેઈ ચુને પણ 1-1 ગોલ કર્યો.

જ્યારે પુરુષોની બીજી 5-8 ક્લાસિફિકેશન મેચમાં, સિંગાપોરે ઉઝબેકિસ્તાનને 24-11 થી હરાવ્યું. સિંગાપોરના આક્રમણનું નેતૃત્વ ઓંગ ઈ કી જોશુઆ, લી જિયા જુન આઇઝેક અને ચાઉ યોંગ જુને કર્યું, જેમણે 4-4 ગોલ કર્યા. યાપ ડોંગ ઝુઆન રાયને 3 ગોલ કર્યા, જ્યારે કેપ્ટન રાજેન્દ્ર સંજીવ, લોક શોન બ્લાસિયસ અને સેક જસ્ટિન કિને 2-2 ગોલ કર્યા. ગોહ મેથિયાસ, ચાન ડેરેક અને ચાન ડોમિનિક બોએ પણ 1-1 ગોલ કર્યો. ઉઝબેકિસ્તાન માટે, વિષ્ણ્યાકોવ આર્ટુર 4 ગોલ સાથે ટોચના સ્કોરર રહ્યા, ત્યારબાદ તુર્ગુનોવ શાખઝોદે 3 ગોલ કર્યા. અબ્દુરાઈમોવ બેહરુઝ, સાદિકોવ નુરિદ્દીન અને કેપ્ટન દિવિન વેંગેલીસે 1-1 ગોલ કર્યો.

અંંતમાં, પુરુષોની બીજી સેમિફાઇનલમાં ચીન કઝાકિસ્તાન સામે ટકરાશે અને જે ટીમ જીતશે તેઓ ઈરાન સામે પુરુષોની ફાઇનલમાં પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *