હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં તોરણ મેકિંગ સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણી હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દિવાળીના તહેવારોને અનુલક્ષીને “તોરણ મેકિંગ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. સુશોભન કલાને પ્રોત્સાહન આપવા અને ભારતીય સંસ્કૃતિમાં તોરણના મહત્વને ઉજાગર કરવાના હેતુસર આ સ્પર્ધા યોજાઈ હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નકામી વસ્તુઓનો કલાત્મક ઉપયોગ કરીને અદભુત તોરણો બનાવ્યા હતા. પેપર કટિંગ, ક્વીલિંગ પેપર, પાંદડા, આભલા, ક્લે (clay) અને મંડાલા જેવી ભાતીગળ શૈલીના આકારોનો ઉપયોગ કરીને કલાત્મક સર્જન કરાયું હતું. સ્પર્ધકોએ બનાવેલા આ સુંદર તોરણોથી પોતાના વર્ગખંડોનું સુશોભન કર્યું હતું. આ સ્પર્ધા દ્વારા બાળકોને ભારતીય જીવનશૈલી અને કલા સાથે જોડવાનો સફળ પ્રયાસ કરાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *