હૈદ્રાબાદ
ચેન્નાઈ બ્લિટ્ઝે હૈદરાબાદના ગાચીબોવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ પાવર્ડ બાય સ્કૈપિયાની મેચમાં વળતી લડત આપતા અમદાવાદ ડિફેન્ડર્સને 15-10, 10-15, 15-11, 12-15, 15-13થી મહાત આપી હતી. જેરોમ વિનિથ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ રોમાંચક મેચમાં દર મિનિટે માહોલ એક ટીમથી બીજી ટીમ તરફ જઈ રહ્યો હતો. અંતે ચેન્નાઈએ જીત હાંસલ કરી હતી.

ચેન્નાઈ એ કેપ્ટન જેરોમના આક્રમણ સાથે મજબૂત શરૂઆત કરી હતી, તેના તિક્ષણ સુપર સર્વ થકી અમદાવાદના ડિફેન્સની કસોટી થઈ હતી. મુથુસામે અપાવુ એ નંધગોપાલને ટાર્ગેટ કરી અમદાવાદ તરફથી કાઉન્ટર અટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, બત્તુર બત્સુરીના મિસફાયર શૉટથી ડિફેન્ડર્સે મહત્ત્વપૂર્ણ સુપર પોઈન્ટ મેળવ્યો હતો.
અખીને અમદાવાદની ડિફેન્સમાં પોતાની હાજરી સાબિત કરી. બત્સુરીના ક્રોસ બોડી સ્પાઈક્સ બાદ બ્લિટ્ઝને દબાણ હેઠળ મુક્યું હતું. અંગામુથુની હાજરીએ મેચની દિશા અમદાવાદ તરફ ફેરવી હતી.
તરુણ ગૌવડાના સુપર સર્વની મદદથી ચેન્નાઈ એ તેમનો વિશ્વાસ ફરી હાંસલ કર્યો. અઝીઝબેક કુચકોરોવ એ તેની પ્રથમ મેચ રમતા અમદાવાદના અટેક્સને અટકાવવા શાનદાર બ્લોક કર્યા હતા. લુઈઝ ફિલિપે પેરોટ્ટો બ્લિટ્ઝના આક્રમણમાં સામેલ થયો અને ફરી મેચની દિશા પલટાઈ.
નંધા તરફથી સર્વિસના દબાણે ચેન્નાઈની મુશ્કેલી વધારી અને સુપર સર્વ થકી અમદાવાદે પોતે મેચમાં જીવંત હોવાનો એહસાસ કરાવ્યો હતો. સેટર સમીર અને સુરજ ચૌધરીના ડિફેન્સ બાદ પણ નંધા પર દબાણ વધતું રહ્યું ને મેચ પાંચમાં સેટમાં પહોંચી હતી.
અઝીઝબેક કુચકોરોવ એ અંતિમ સેટમાં શાનદાર બ્લોકિંગ કરી બ્લિટ્ઝને અમદાવાદના આક્રમણથી બચવામાં મદદ કરી. અખીને જેરોમના આક્રમણને અટકાવી મેચમાં ફરી રોમાંચ વધાર્યો. પેરોટ્ટો એ મહત્ત્વપૂર્ણ સુપર પોઈન્ટ હાંસલ કર્યું. પરંતુ જેરોમની અંતિમ ક્ષણોમાં રમતે અમદાવાદને પાછળ છોડ્યું અને ચેન્નાઈ બ્લિટ્ઝે યાદગાર જીત હાંસલ કરી.
