સબ-જૂનિયર બોયસ નેશનલ  ફૂટબાલમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય

Spread the love

અમૃતસર

સબ-જૂનિયર બોયસ નેશનલ  ફૂટબોલ ચેમ્પિયનશિપ  2025-26, અમૃતસર, પંજાબ માં ટાયર I, ના ગ્રુપ D ની એક મેચમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય થયો હતો. સ્પર્ધા 28.10.25 થી ચાલુ થઈ છે જે બીબી રાની સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ ગ્રાઉન્ડ  ખાતે રમાઈ રહી  છે. ગ્રુપ D માં ગુજરાત ઉપરાંત દિલ્લી, ઝારખંડ અને મહારાસ્ટ્રની ટીમો છે.

પ્રથમ હાફમાં ઝારખંડની ટીમ સારું રમી  અને 3 ગોલથી આગળ રહી, ઝારખંડના કાર્તિક મરાન્ડી એ 2 ગોલ અને મિતાન સિંગે 1 ગોલ કર્યો હતો. બીજા હાફમાં ગુજરાતની ટીમ સુંદર રમત રમી 3 ગોલ કર્યા હતા.  ગુજરાતના ઈસાન મહેતા, રુદ્ર પટેલ અને શૌર્ય વરક દ્વારા 1-1 ગોલ ફટકારાયો હતો.  ઝારખંડે મેચ 5-3 થી જીતી લીધી હતી. બીજા હાફમાં ઝારખંડના જઈદ અહેમદે 2 ગોલ કર્યા હતા.  ગુજરાતની અન્ય મેચો 30.10.25 ના રોજ દિલ્લી સાથે છે અને 01.11.25 ના રોજ મહારાસ્ટ્ર સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *