ગાંધીનગર/અડાલજ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની એક ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના નિખિલ બલિયાનના 2 તથા મોયુદ્દીનના 1 ગોલની મદદથી જામનગરને 3-0 થી મહાત આપી હતી.
રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 4 ગોલ, સોમિલ ફૂલાણી અને કૃષ્ણા સાહીના 1-1 ગોલથી દેવભૂમિ દ્વારિકાને 6-1 થી પરાજય આપ્યો હતો. દેવભૂમિ દ્વારિકા તરફથી ટફેલ હિગોચ દ્વારા 1 ગોલ કરાયો હતો.
અહીં રમાયેલી ત્રીજી મેચમાં અમદાવાદે અક્ષય મલ અને રોહિત ચાવડાના 1-1 ગોલની મદદથી બરોડાને 2-0 થી પરાજય આપ્યો હતો.
અડાલજમાં રમાયેલી મેચમાં ગાંધીનગરે હર્ષ વાઘેલાના 3 ગોલ, દિવ્યેશ, આદિત્ય, વિશાલના 1-1 ગોલની મદદથી ભાવનગર પર 6-1 થી વિજય હાસિલ કર્યો હતો. ગાંધીનગરના ઉમેશ ચોબે દ્વારા 1 સેલ્ફ ગોલ થયો હતો.
બીજી મેચમાં જૂનાગઢે પંચમહાલને 3-1થી હાર આપી હતી. જુનાગઢ તરફથી મુસામિયાન સૈયદ, સિદ્ધાંત અને વિસાલ દ્વારા 1-1 ગોલ કરાયો હતો. પંચમહાલના મોહન તંડી દ્વારા 1 ગોલ કરાયો હતો.
ત્રીજી મેચમાં છોટાઉદેપુરે આશિષ રાણા, રામસિંગ રાઠવા, કાવ્ય ચૌહાણ, જેત્વીક ગામિત, પ્રવિનકુમાર દ્વારા ફટારાયેલા 1-1 ગોલની મદદથી પાટણની ટિમને 5-0 થી મહાત આપી હતી.
29.10.25ના રોજ ગાંધીનગરમાં આણંદ અને દેવભૂમિ દ્વારિકા ની ટીમ વચ્ચે, રાજકોટ અને જામનગરની ટીમ વચ્ચે, બરોડા અને ભાવનગરની ટીમ વચ્ચે, જયારે અડાલજમાં ગાંધીનગર અને અમદાવાદ ની ટીમ વચ્ચે, પંચમહાલ અને પાટણની ટીમ વચ્ચે, છોટાઉદેપુર અને જુનાગઢની ટીમ વચ્ચે મેચ રમાશે.
