હીરામણિ સ્કૂલની અન્ડર-14 ચેમ્પિયન ટીમ
નવ નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-બી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-14 મલ્ટી ડે)માં હીરામણિ સ્કૂલ અને સી.એન.વિદ્યાલય વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાંસી.એન.વિદ્યાલયે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 71.1 ઓવરમાં 10 વિકેટે 121 રન કર્યા હતાં. જેમાં વિયાન ચૌધરી એ 18.1 ઓવરમાં 19 રન આપી ને 3 વિકેટ, આર્યન કંજવાનીએ 16 ઓવરમાં 9 રન આપી 3 વિકેટ અને રિશી પટેલે 13 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી.
હીરામણિ સ્કૂલે101.4 ઓવરમાં 10 વિકેટે 253 રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ 240 બોલમાં 112 રન નોટઆઉટ, જૈનમ પટેલે 155 બોલમાં 36 રન કર્યા હતાં.
સી.એન.વિદ્યાલયે બીજા દાવમાં 53 ઓવરમાં 10 વિકેટે 104 રન કર્યા હતાં. જેમાં હરિત દેસાઈએ 22 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ, આર્યન કંજવાનીએ 8 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ફાઈનલ મેચમાં હીરામણિ સ્કૂલ એક ઈનીંગ્સ અને 28 રનની ભવ્ય વિજય મેળવી ચેમ્પિયન બની હતી.
