ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ ચેમ્પિયનશીપની 12 નવેમ્બરે ગાંધીનગરમાં રમાયેલી મેચમાં સૂર્યવંશી એફસીએ મીત વૈષ્ણવના 2 ગોલ, મહમદ મહારૂફ મુલ્લાના 1 ગોલથી ગુજરાત પોલીસને 3-1થી મહાત આપી હતી. ગુજરાત પોલીસ તરફથી શાંતિલાલ ખરાડીએ 1 ગોલ કર્યો હતો.
બીજી મેચમાં આરબીઆઈ એફસી એ ફારુક સોઢા, અરીહંત રાજપુરોહિત, કૌશિક પંચાલના 1-1 ગોલની મદદથી દ્વિવેદી બ્રધર્સને 3-2 થી પરાજય આપ્યો હતો. દ્વિવેદી બ્રથાર્સ તરફથી જીનમીન લાલ, ગોડવિન જોયે 1-1 ગોલ કર્યો હતો.
13 નવેમ્બરે ગાંધીનગર ખાતે રમાયેલી મેચમાં ગોધરા એફસી અને એઆરએ એફસીની મેચ 1-1 થી ડ્રો થઈ હતી. ગોધરાના અબુજેર ઈસ્માઇલ અને એઆરએના મનન વ્યાસ દ્વારા ગોલ ફટકારાયો હતો. બોજી મેચ સીવીએમ એફસી અને ઇન્કમટેક્સ વચ્ચે રમાઈ હતી અને મૅચ 0-0 થી ડ્રૉ થઈ હતી.
